Home> Sports
Advertisement
Prev
Next

ઓલ ઈંગ્લેન્ડ ચેમ્પિયનશિપઃ સાઇના અને શ્રીકાંત ક્વાર્ટર ફાઇનલમાં, સાઈ પ્રણીત બહાર

સાઇના નેહવાલ મહિલા સિંગલ્સમાં ડેનમાર્કની હોજમાર્ક ક્લાએર્સફેલ્ટ અને શ્રીકાંત પુરૂષ સિંગલ્સમાં ઈન્ડોનેશિયાના જોનાથન ક્રિસ્ટીને પરાજય આપ્યો હતો. 
 

ઓલ ઈંગ્લેન્ડ ચેમ્પિયનશિપઃ સાઇના અને શ્રીકાંત ક્વાર્ટર ફાઇનલમાં, સાઈ પ્રણીત બહાર

બર્મિંઘમઃ ઓલ ઈંગ્લેન્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં ભારતની સાઇના નેહવાલ અને કિદાંબી શ્રીકાંતે ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. સાઇનાએ ડેનમાર્કની જર્સફેલ્ટને 8-21, 21-16, 21-13થી પરાજય આપ્યો હતો. આ મેચ 51 મિનિટ સુધી ચાલી હતી. સાઇનાએ સતત ત્રીજીવાર જર્સફેલ્ટની વિરુદ્ધ જીત હાસિલ કરી છે. સાઇના 9મી વખત ટૂર્નામેન્ટના અંતિમ-8માં જગ્યા બનાવવામાં સફળ રહી છે. સાઇના હવે ક્વાર્ટર ફાઇનલમાં નંબર-1 તાઇવાનની જાઈ ઝૂ યિંગ સામે ટકરાઈ શકે છે. 

fallbacks

અશ્વિની પોનપ્પા-એન સિક્કી રેડ્ડીની જોડી પણ હારી
કિબાંદી શ્રીકાંતે ઈન્ડોનેશિયાના જોનાથન ક્રિસ્ટીને 21-17, 11-21, 21-12થી હરાવ્યો હતો. શ્રીકાંત પ્રથમવાર ક્વાર્ટર ફાઇનલમાં રમશે. તે હવે નંબર-1 જાપાનના કેન્તો મોમોતા સામે ટકરાશે. 

અન્ય પુરૂષ સિંગલ્સ મેચમાં બી સાઈ પ્રણીત પોતાનો મેચ હારીને ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. પ્રણીતને હોંગકોંગના એનજી કા લોંગ એંગસે 21-12, 21-17થી પરાજય આપ્યો હતો. 

મહિલા ડબલ્સમાં ભારતની અશ્વિની પોનપ્પા-એન સિક્કી રેડ્ડીની જોડી જાપાનની શિહો તનાકા-કોહારૂ યોનોમોતીની જોડી સામે 21-16, 26-28, 16-21થી હારી ગઈ હતી. 

આ પહેલા સાઇનાએ મહિલા સિંગલ્સના પ્રથમ રાઉન્ડમાં સ્કોટલેન્ડની ક્રિસ્ટી ગિલમોઉરને 21-17, 21-18થી હરાવીને પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More