મુંબઈ : બોલિવૂડ એક્ટર સની દેઓલના દીકરા કરણ દેઓલે હમણાં બોલિવૂડમાં એન્ટ્રી પણ નથી લીધી અને તે ઇન્ટરનેટ પર છવાઈ ગયો છે. કરણ ભાગ્યે જ જાહેરમાં દેખાય છે પણ હાલમાં તેણે એક મિત્રના લગ્નમાં હાજરી આપી હતી અને તે પોતાની ખાસ સ્ટાઇલથી લગ્નમાં છવાઈ ગયો હતો. હકીકતમાં કરણે મિત્રના લગ્નમાં રેપ સોંગ ગાઈને ખાસ મેસેજ આપ્યો હતો. આ મેસેજ સાંભળીને બધા ખુશ થઈ ગયા હતા અને એનો વીડિયો વાઇરલ બની ગયો છે.
બોલિવૂડમાં મોટામોટા સ્ટાર સંતાનોને લોન્ચ કરવાની જવાબદારી જાણીતા પ્રોડ્યુસર અને ડિરેક્ટર્સ ઉપાડે છે ત્યારે આ જવાબદારી સની દેઓલે પોતાના ખભા પર ઉઠાવી લીધી છે. સની પોતાની નવી ફિલ્મ 'પલ પલ દિલ કે પાસ'થી મોટા દીકરા કરણ દેઓલને લોન્ચ કરવાનો છે. આ ફિલ્મનું શૂટિંગ 2017થી પહેલાં શરૂ થઈ ગયું હતું અને આ માટે સની ભારે મહેનત કરી રહ્યો છે.
આ ફિલ્મ માટે સનીએ એક જબરદસ્ત હિરોઇન શોધી છે. મળતી માહિતી પ્રમાણે સનીએ આ ફિલ્મ માટે નવોદિત હિરોઇન સાહેર બામ્બાને કાસ્ટ કરી છે. ફિલ્મ 'પલ પલ દિલ કે પાસ'થી કરણ અને સાહેરને લોન્ચ કરવામાં આવશે. સાહેરનો બોલિવૂડ સાાથે કોઈ સંબંધ નથી અને તે શિમલાની છે. મુંબઈમાં અભ્યાસ કરતી વખતે તેણે સનીની ફિલ્મ માટે ઓડિશન આપ્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે