Home> Entertainment
Advertisement
Prev
Next

શાહરૂખની દીકરી સુહાનાનો ડાન્સ વીડિયો થયો વાઇરલ, 20 સેકંડમાં તમે પણ જોઈ લો

બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાને ભલે બોલિવૂડમાં પગ ન મૂક્યો હોય પણ આમ છતાં તે લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવી લીધી છે

શાહરૂખની દીકરી સુહાનાનો ડાન્સ વીડિયો થયો વાઇરલ, 20 સેકંડમાં તમે પણ જોઈ લો

મુંબઈ :  શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાનની લોકપ્રિયતા કોઈ બોલિવૂડ સ્ટાર જેવી જ છે. હાલમાં સુહાનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. આ એક ડાન્સ વીડિયો છે જેમાં સુહાના તેના ગ્રુપ સાથે ડાન્સ કરતી જોવા મળી રહી છે. આ વીડિયો કોઈ રિહર્સલનો છે. મળતી માહિતી પ્રમાણે આ વીડિયો સુહાનાની એક્ટિંગ સ્કૂલનો છે. આ પહેલાં પણ સુહાનાના અનેક વીડિયો વાઇરલ બન્યા છે. 

fallbacks
 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Suhana Khan (@suhanakhanoffcial) on

બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાને ભલે બોલિવૂડમાં પગ ન મૂક્યો હોય પણ આમ છતાં તે લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવી લીધી છે. લોકોને સોશિયલ મીડિયામાં સુહાનાના વીડિયો તેમજ તસવીર પસંદ પડી રહ્યા છે. કિંગ ખાને પણ પોતાના ઇન્ટરવ્યૂમાં જણાવ્યું છે કે તેની દીકરી સુહાના એક એક્ટ્રેસ બનવા માગે છે અને આ માટે ટ્રેઇનિંગ લઈ રહી છે. સુહાનાની ટ્રેઇનિંગ પુરી થશે કે તરત તે બોલિવૂડમાં એન્ટ્રી લઈ શકે છે. એક માહિતી પ્રમાણે સુહાના હોલિવૂડમાં કરિયર બનાવવા માગે છે.

ક્યારેય જાહેરમાં ન દેખાતા સની દેઓલના દીકરાએ કર્યું એક કામ અને છવાઈ ગયો મિત્રના લગ્નમાં

સુહાનાની ટ્રેઇનિંગ વખતની તસવીરો ઘણીવાર સામે આવે છે. સુહાના પોતાના કામ માટે બહુ સિરિયસ દેખાય છે. હાલમાં એક તસવીરમાં સુહાના સિરિયસ સીન કરતી જોવા મળી રહી છે અને આ તસવીર એક કોલેજ પ્લેનો હિસ્સો છે. સુહાના દિલથી એક્ટિંગ કરતી જોવા મળી રહી છે. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More