Home> Entertainment
Advertisement
Prev
Next

પ્રિયંકા ચોપડાએ ન્યૂ યોર્કના રસ્તાઓ પર કર્યો ધમાલ ડાન્સ, Video થયો વાઇરલ

હાલમાં દેસી ગર્લ પ્રિયંકા અને બોયફ્રેન્ડ નિકના અફેરની જોરદાર ચર્ચા ચાલી રહી છે

પ્રિયંકા ચોપડાએ ન્યૂ યોર્કના રસ્તાઓ પર કર્યો ધમાલ ડાન્સ, Video થયો વાઇરલ

મુંબઈ : દેસી ગર્લ પ્રિયંકા ચોપડા હોલિવૂડ ફિલ્મ 'ઇઝન્ટ ઇટ રોમેન્ટિક'માં જોવા મળશે. આ ફિલ્મના શૂટિંગના વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહી છે. આ વીડિયોમાં પ્રિયંકા ચોપડા રોમેન્ટિક અંદાજમાં ડાન્સ કરતી જોવા મળી રહી છે. શૂટિંગની કેટલીક તસવીરો પ્રિયંકાના ટ્વિટર હેન્ડલ પર શેયર કરવામાં આવી છે. આ તસવીર અને વીડિયોમાં પ્રિયંકા પોતાના કો-સ્ટાર્સ લિયામ હેમ્સવર્થ, રિબેલ વિલ્સન અને એડમ ડેવાઇન સાથે ન્યૂયોર્કના ગ્રાન્ડ સેન્ટ્રલ સ્ટેશન નજીક ડાન્સ કરતી જોવા મળી રહી છે. 

fallbacks

'ઇઝન્ટ ઇટ રોમેન્ટિક' પ્રિયંકા ચોપડાની બીજી હોલિવૂડ ફિલ્મ છે. આ પહેલાં તે 'બેવોચ'માં વિલનનો રોલ કરી ચૂકી છે. આ સાથે તે હોલિવૂડની 'ક્વાન્ટિકો' ટીવી સિરિઝમાં મહત્વનો રોલ કરી ચૂકી છે. ટોડ સ્ટોસ શુલ્સન દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી 'ઇઝન્ટ ઇટ રોમેન્ટિક' એક અમેરિકન રોમેન્ટિક કોમેડી ફિલ્મ છે. આ ફિલ્મ 14 જાન્યુઆરી, 2019ના દિવસે એટલે કે વેલેન્ટાઇન્સ ડેના દિવસે રિલીઝ થશે. 

હાલમાં દેસી ગર્લ પ્રિયંકા ચોપડા અને તેનાથી 10 વર્ષ નાના બોયફ્રેન્ડ નિક જોનસના સંબંધો ચર્ચામાં છે. આ સિવાય પ્રિયંકા નજીકના ભવિષ્યમાં સલમાન ખાન સાથે 'ભારત'માં જોવા મળશે. આ સિવાય તે એક મોટી ફિલ્મમાં કામ કરવાની છે જેનું ટાઇટલ 'ધ સ્કાઇ ઇઝ પિંક' છે. આ વાતની જાણકારી પ્રિયંકાએ પોતે ઇન્સ્ટાગ્રામ પર આપી હતી. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More