મુંબઈ : આલિયા ભટ્ટ અને રણબીર કપૂર હાલમાં પોતાના રિલેશન તેમજ ચમકતી કરિયરને કારણે ચર્ચામાં છે. તેમણે પોતાના સંબંધની સત્તાવાર જાહેરાત તો નથી કરી પણ તેમનું વર્તન અને કેમિસ્ટ્રી આ વાતની ચાડી ખાય છે. હાલમાં ઇન્ટરનેટ પર વાઇરલ થયેલા એક વીડિયોમાં આલિયા તેની અને રણબીરની પહેલી મુલાકાતની વાત કરે છે જે અત્યંત અંગત છે અને ભાગ્યે જ કોઈને ખબર છે.
આ સિવાય હાલમાં જાહેર થયેલા એક અન્ય વીડિયોમાં રણબીર એક પ્રેમાળ બોયફ્રેન્ડની જેમ આલિયાને પુછે છે કે હું તને ઘરે મુકી જાઉં? આલિયા આ સવાલ સાંભળીને ખુશ થઈ જાય છે અને હા પાડી દે છે. મળતી માહિતી પ્રમાણે આ વીડિયો 2017ના નવેમ્બર મહિનાનો છે અને આ સમયે તેમના સંબંધોની હજી શરૂઆત જ થઈ રહી હતી.
બોલિવૂડમાં ચારે તરફ રણબીર કપૂર અને આલિયા ભટ્ટના અફેરની ચર્ચા છે. રણબીર અને આલિયાના ચાહકો આ સમાચારથી ખુશ છે પણ રણબીરની એક્સ ગર્લફ્રેન્ડ કેટરિના આ વાતથી ખુશ નથી. મળતી માહિતી પ્રમાણે કેટરિનાને ખબર છે કે આલિયા અને રણબીરનું બ્રેક-અપ કઈ રીતે થઈ જશે.
કેટરીના કૈફના નજીકના સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, કેટરિના જાણે છે કે આલિયાના રિલેશનનો અંત કેવી રીતે આવશે. તેને સમગ્ર બાબતો અંદાજ છે પરંતુ કોઈ બીજાની લાઈફમાં વચ્ચે બોલવાનો તેનો સ્વભાવ નથી. ઉપરાંત જો તે આલિયાને ચેતવણી રૂપે કંઈપણ કહેશે તો લોકોને એમ જ લાગશે કે દ્રાક્ષ તો ખાટી છે. આથી તે હાલમાં ચુપ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે