Home> Entertainment
Advertisement
Prev
Next

ટાઇગર શ્રોફે કર્યો માઇકલ જેક્સનની ધુન પર જબરદસ્ત ડાન્સ, લાખો વાર જોવાયો VIDEO

આ વીડિયો માઇકલ જેક્સનની બર્થ એનિવર્સરી પર  તેના  ડાન્સને ટ્રિબ્યુટ કરવામાં આવ્યો છે

ટાઇગર શ્રોફે કર્યો માઇકલ જેક્સનની ધુન પર જબરદસ્ત ડાન્સ, લાખો વાર જોવાયો VIDEO

નવી દિલ્હી : ટાઇગર શ્રોફનો સમાવેશ બોલિવૂડના બેસ્ટ ડાન્સરોમાં થાય છે. ટાઇગરની આ ટેલેન્ટને કારણે સોશિયલ મીડિયા પર એના ચાહકોની સંખ્યા સતત વધી રહી છે. હાલમાં ટાઇગરે ડાન્સિંગ સ્ટાર માઇકલ જેક્સનની બર્થ એનિવર્સરીના દિવસે તેને ડાન્સ ટ્રિબ્યુટ કર્યો છે. ટાઇગરે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ વીડિયો શેયર કર્યો છે જેને અત્યાર સુધી સાત લાખ કરતા વધારે લોકોએ જોઈ લીધો છે. ટાઇગર પોતાની ફિટનેસને કારણે સોશિયલ મીડિયા પર છવાયેલો રહે છે. 

fallbacks

ટાઇગર શ્રોફે આ વીડિયો શેયર કરીને મેસેજ લખ્યોછે કે हैप्पी बर्थडे उस इंसान को जिसकी वजह से आज में यहां हूं. #michaeljackson #godblessyou #longlivethekingofkings #smoothestnoncriminal. 

29 ઓગસ્ટ, 1958ના દિવસે માઇકલ જેક્સનનો જન્મ થયો હતો. માઇકલને રોબોટ અને મૂનવોક જેવા મુશ્કેલ ડાન્સનો જનક ગણવામાં આવે છે. માઇકલને હિપ-હોપ, પોસ્ટ ડિસ્કો, કંટેમ્પરરી, આઇએન્ડબી, પોપ અને રોકના દિગ્ગજ ગણવામાં આવે છે. 50 વર્ષની વયે માઇકલ જેક્સનનું 25 જૂન, 2009ના દિવસે અવસાન થઈ ગયું હતું.

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More