ઉદય રંજન, અમદાવાદ: ગુજરાતની જાણીતી કેડીલા ફાર્માશ્યૂટિકલ કંપનીના માલીક રાજીવ મોદી અને તેમના પત્નિ મોનિકા મોદી વચ્ચે 29મી તારીખે મોડી સાંજે ઝગડો થતા મામલો સોલા પોલીસ સ્ટેશન પહોચ્યો હતો. પોલીસ સ્ટેશનમાં પતિ પત્ની અને ગુજરાતના નામચીન વકીલોનો હાઈવોલ્ટેજ ડ્રામા 10 કલાક સુધી ચાલ્યા બાદ સમાધાન થયું હોવાનું પોલીસનું જાણવું છે.
રાજીવ મોદીના પત્નિ મોનિકા મોદીએ તેમના પતિ દ્વારા માર મારવાનો આક્ષેપ કર્યો છે. પત્નીને પોતાના જ પતિ સામે ત્રાસ આપવાની મૌલિક ફરિયાદ કરી કરી છે. વૈષ્ણવદેવી સર્કલ પાસે આવેલા બંગલામાં માર માર્યાનો આક્ષેપ કર્યો છે. તેમજ ખૂબ માર મારી બહાર ફેંકી દેવાનો પ્રયાસનો પણ કર્યો હતો પોલીસ સ્ટેશનની બહાર લક્ઝુરીયસ કારનો કાફલો પોલીસ સ્ટેશનની બહાર જમા થયો હતો. રાજીવ અને મોનિકા મોદીના પુત્રને પણ પોલીસ સ્ટેશનમાં બોલાવાયો હતો. જેનો ચહેરો મિડિયામાં ન આવે તે માટે તેમના પ્રાઈવેટ સિક્યુરિટી ગાર્ડે છત્રી આડી રાખીને તેમને પોલીસ સ્ટેશનમાં અંદર અને બહાર લઈ ગયા હતા.
એસીપી એસ. એન. ઝાલા અને સોલા પોલીસ સ્ટેશનના પી. આઈ. પણ પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા. 10 થી 11 કલાક સુધી ચાલેલા આ હાઈવોલ્ટેજ ડ્રામા બાદ બંને પતિ પત્ની વચ્ચે સમાધાન થયુ હતું. આ ડ્રામા દરમ્યાન પરિવારજનો પણ પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા.
ઉપરાંત એક અજાણી મહિલા પણ પોલીસ સ્ટેશન લાવવામાં આવી હતી. આ મહિલા કોણ છે અને તેનો આ સામગ્ર ડ્રામામાં શુ રોલ છે તે અંગે અનેક તર્કવિતર્કો સર્જાયા છે. સવાલ એ પણ છે કે બંને દંપતી વચ્ચે કઈ એવી શરતો થઇ કે સમાધાન થયું. લીલા ડ્રેસ વળી મહિલા કોણ છે લીલા ડ્રેસ વાળી મહિલાને આ દંપતી વચ્ચેની શું ભૂમિકા છે? હાઈવોલ્ટેજ ડ્રામામાં આ લીલા ડ્રેસ વાળી મહિલા કેમ 10 કલાક સુધી પોલીસ સ્ટેશન રહી પોલીસે આ મહિલાની પણ કેમ પૂછ પરછ કરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે