Home> Entertainment
Advertisement
Prev
Next

Nepotism નો શિકાર થયા સુશાંત સિંહ રાજપૂત? વાંચો કેવી રીતે થઇ ખરાબ સ્થિતિ

જ્યાં એક તરફ પોસ્ટમોર્ટમ રિપોર્ટથી આત્મહત્યાની વાત નક્કી થઇ ગઇ છે, તો બીજી તરફ ડિપ્રેશનનું કારન શોધવામાં આવી રહ્યું છે. ગત 35 વર્ષોથી બોલીવુડ અને મીડિયા ઇંડસ્ટ્રીમાં કરી રહેલા નરેન્દ્ર ગુપ્તાના અનુસાર બોલીવુડમાં નેપોટિઝમ છે.

Nepotism નો શિકાર થયા સુશાંત સિંહ રાજપૂત? વાંચો કેવી રીતે થઇ ખરાબ સ્થિતિ

મુંબઇ: સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Kapoor)ની આત્મહત્યા બાદ જ બોલીવુડમાં નેપોટિઝમની ચર્ચા શરૂ થઇ ગઇ છે. કંગના રનૌત (Kangana Ranaut)નો વીડિયો, શેખર કપૂરના ટ્વિટ અને અભિનવ ભટ્ટ દ્વારા કરવામાં સોશિયલ મીડિયા પોસ્ટથી લોકો વચ્ચે બોલીવુડમાં નેપોટિઝમવાળા મુદ્દાને હવા આપી છે.

fallbacks

જ્યાં એક તરફ પોસ્ટમોર્ટમ રિપોર્ટથી આત્મહત્યાની વાત નક્કી થઇ ગઇ છે, તો બીજી તરફ ડિપ્રેશનનું કારન શોધવામાં આવી રહ્યું છે. ગત 35 વર્ષોથી બોલીવુડ અને મીડિયા ઇંડસ્ટ્રીમાં કરી રહેલા નરેન્દ્ર ગુપ્તાના અનુસાર બોલીવુડમાં નેપોટિઝમ છે. સુશાંત સિંહ રાજપૂતનો શિકાર થયા છે. બોલીવુડમાં કેટલાક કેમ્પ છે જો કે રૂલ કરે છે. જો તેમન મનનું થયું તો સારું અન્યથા જે પણ તેમના વિરૂધમાં જાય છે તેમના વિરૂધ્ધ આ બધુ એક થઇ જાય છે. 

સુશાંતના કેસમાં પણ કંઇક એવું જ થયું છે આ જોવા મળે છે. ફિલ્મ છિછોરે પછી સુશાંત પાસે 6-7 ફિલ્મો હતી જેમાંથી ધીમે-ધીમે કરીને હાથમાંથી ફિલ્મો નિકળતી ગઇ. નરેન્દ્ર ગુપ્તાએ Zee News ને જણાવ્યું કે હાલ કોઇ પણ ફિલ્મ સુશાંત સિંહ રાજપૂતની ફ્લોર પર ન હતી. બોલીવુડમાં બધુ એકબીજા સાથે જોડયેલું હોય છે. જો કોઇ એકબીજાને કહી દે આ એક્ટર સાથે કામ કરવાનું નથી, તો બાકી લોકો હાથ પાછળ કરી દે છે. કારણ કે પ્રોડાક્શનથી માંડીને ડ્રીસ્ટ્રીબ્યૂશન, ચેનલ રાઇટ, મ્યૂઝિક, મ્યૂઝિક રાઇટ અપાવનાર અલગ-અલગ સ્ટેજ હોય છે. જેમાં બધા લોકો ઇંવોલ્વ હોય છે.  

સુશાંત સિંહ રાજપૂતનું કામ સારું ચાલી રહ્યું હતું. પરંતુ 'છિછોરે' ફિલ્મ બાદ તેમની ફિલ્મ 'ડ્રાઇવ'ને સીધી ઓટીપી પ્લેટફોર્મ પર જવું તેમને ખૂબ નિરાશ કરી ગયું. આ ફિલ્મ કરણ જોહરની હતી. ત્યાર બાદ 'દિલ બેચારા' ફિલ્મની ખરાબ હાલત થઇ. 'પાની' ફિલ્મ જોકે શેખર કપૂરનો જોરદાર પ્રોજેક્ટ હતો તેમાં પણ ફડિંગ મળી રહ્યું ન હતું. તેના લીધે કામ અટકી ગયું. સુશાંત સિંહએ 'પાની' ફિલ્મ માટે ઘણા પ્રોજેક્ટને છોડ્યા હતા આ બધી વસ્તુઓ તેમને ડિપ્રેશનમાં લઇ ગઇ. એવામાં ઘણા મહિનાઓથી તેમની પાસે કામ ન હતું અને લાઇફ સ્ટાઇફને મેંટેન કરવી પણ એક મોટી સમસ્યા છે. 

નરેન્દ્ર ગુપ્તાએ જણાવ્યું હતું કે એવું ઇંડસ્ટ્રીમાં પહેલાં પણ થઇ ચૂક્યું છે. વિવેક ઓબેરોય, કંગના રનૌત જેવા ઉદાહરણ આપણી સામે છે જ્યાં આ નેપોટિઝમનો શિકાર આ બંને એક્ટર્સ છે પરંતુ તેનો વિલ પાવર હતો જેના કારણે આજે પણ એન્ટરટેનમેન્ટ ઇંડસ્ટ્રીમાં બનેલું છે. પરંતુ કોઇપણ મોટું નામ તેમની સાથે કામ કરી રહ્યું નથી. 

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More