Home> Gujarat
Advertisement
Prev
Next

લિવ ઇન પાર્ટનરે મેસેજનો જવાબ ન આપતા યુવકે નશો કરી કર્યું ફાયરિંગ, યુવતીના માતાને વાગી ગોળી

શહેરના મણિનગર વિસ્તારમાં પોતાના માતા-પિતા સાથે રહેલી એક યુવતીનો આજે જન્મદિવસ હતો. ત્યારે તેને લિવ ઇનમાં રહેતા આશિષ દેસાઈએ મેસેજ કર્યો હતો. પરંતુ તેણે જવાબ ન આપતા આશિષ ગુસ્સે ભરાયો અને નશો કરીને યુવતીના ઘરે પહોંચ્યો હતો. 

 લિવ ઇન પાર્ટનરે મેસેજનો જવાબ ન આપતા યુવકે નશો કરી કર્યું ફાયરિંગ, યુવતીના માતાને વાગી ગોળી

ઝી બ્યૂરો/અમદાવાદઃ શહેરના મણિનગર વિસ્તારમાં ફાયરિંગ કરવાની ઘટના સામે આવી છે. અહીં લિવ ઇન પાર્ટનર વચ્ચેના ઝઘડામાં એક યુવકે રડ પર ફાયરિંગ કરી દીધાની ઘટના બની છે. આ યુવકનું નામ આશિષ દેસાઈ છે. આ યુવકની લિવ ઈન પાર્ટનરનો જન્મદિવસ હતો, જેથી તેણે તેને મેસેજ કર્યો હતો, પરંતુ મેસેજનો જવાબ ન મળતા આશિષને ગુસ્સો આપ્યો હતો. તે નશામાં લિન ઇન પાર્ટનરના ઘરે પહોંચી ગયો હતો. ત્યાં તેણે બે રાઉન્ડ ફાયરિંગ કરી દીધું હતું. જેમાંથી એક ગોળી લિવ ઇન પાર્ટનરની માતાના હાથમાં વાગતા સામાન્ય ઈજા થઈ હતી. ત્યારબાદ પોલીસે આરોપીની અટકાયત કરી હતી.

fallbacks

શહેરના મણિનગર વિસ્તારમાં પોતાના માતા-પિતા સાથે રહેલી એક યુવતીનો આજે જન્મદિવસ હતો. ત્યારે તેને લિવ ઇનમાં રહેતા આશિષ દેસાઈએ મેસેજ કર્યો હતો. પરંતુ તેણે જવાબ ન આપતા આશિષ ગુસ્સે ભરાયો અને નશો કરીને યુવતીના ઘરે પહોંચ્યો હતો. ત્યાં તેણે લાયસન્સ વાળી રિવોલન્વરથી ફાયરિંગ કર્યું હતું. યુવતીએ આક્ષેપ કર્યો છે કે, તેણે મારા માતા-પિતાને મારી નાખવાનું નક્કી કર્યું છે. 

અમદાવાદમાં રથયાત્રા નીકળશે કે નહિ તે અંગે કોઈ નિર્ણય લેવાયો નથી : ગૃહરાજ્યમંત્રી

પ્રાપ્ત વિગત અનુસાર આશિષ દેસાઈ બિલ્ડીંગ મટીરીયલના ધંધા સાથે જોડાયેલો છે. તે પ્રહલાદનગરમાં રહેતો હતો પરંતુ ત્યારબાદ તેણે મણિનગરમાં મકાન ભાડે રાખ્યું હતું. ત્યારબાદ લિવ ઇનમાં રહેતા બંન્ને વચ્ચે ઝઘડો ચાલતો હતો. થોડા દિવસ પહેલા યુવતી તેના માતા-પિતા સાથે રહેવા જતી રહી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More