નવી દિલ્હી: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલ દ્વારા અનેક કલાકારોએ લોકોના હ્રદયમાં એક ખાસ જગ્યા બનાવી છે. આમ તો આ યાદીમાં ઘણા બધાના નામ છે પરંતુ બબીતાજી તો માત્ર જેઠાલાલ જ નહીં પરંતુ દેશના અનેક યુવાઓનો પણ ક્રશ છે. બબીતાજીની ભૂમિકા ભજવનારી અભિનેત્રી મુનમુન દત્તા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. છાશવારે પોતાના ફોટા અને વીડિયો શેર કરે છે. પરંતુ અનેકવાર અભદ્ર કમેન્ટનો પણ સામનો કરવો પડે છે.
12 વર્ષથી ચાલે છે શો
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો ભારતીય ટેલિવિઝન ઈતિહાસમાં સૌથી લાંબા સમય સુધી ચાલનારા શોમાંથી એક છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ શોને 12 વર્ષથી વધુ વીતી ગયા છે. જેઠાલાલ ગડા, દયા ગડા, અને અન્ય અનેક પાત્રો લોકોમાં ખુબ જ મશહૂર થઈ ગયા છે.
બબીતાજીના વીડિયો થઈ જાય છે વાયરલ
આ શોમાં બબીતાજીનું પાત્ર પણ ખુબ જ લોકપ્રિય છે. શોમાં તે ખુબ પ્રભાવશાળી પાત્રોમાંથી એક છે. આ જ કારણ છે કે તેની ખુબ પ્રશંસા થાય છે. આ પાત્ર મુનમુન દત્તા ભજવી રહી છે. અત્રે જણાવવાનું કે મુનમુન સોશિયલ મીડિયા પર ખુબ સક્રિય છે અને તેના ઈન્સ્ટાગ્રામ પર લાખો ચાહકો છે. તેના ફોટા અને વીડિયો પળભરમાં વાયરલ થઈ જાય છે.
એક રાતનો ભાવ પૂછ્યો
જો કે તેના કેટલાક ફોટા પર ચાહકો પ્રશંસા કરતા હોય છે તો કેટલાક એવા પણ અસામાજિક તત્વો હોય છે જે અશ્લીલ કમેન્ટ કરતા પણ ખચકાતા નથી. આવું જ કઈક તેની એક પોસ્ટ સાથે થયું. જ્યારે તેણે ભારતીય પહેરવેશમાં એક તસવીર શેર કરી. આ તસવીરને લાખો લોકોએ પસંદ કરી હતી. પરંતુ એક વ્યક્તિ એવો પણ હતો કે જેણે કમેન્ટ કરવામાં તમામ મર્યાદાઓ ઓળંગી નાખી. તેણે કમેન્ટ કરીને મુનમુનને એક રાતનો ભાવ પૂછી નાખ્યો.
મુનમુન દત્તાએ પણ જડબાતોડ જવાબ આપ્યો
કોઈ અન્ય અભિનેત્રી હોત તો તેને નજરઅંદાજ કરી નાખત. પરંતુ મૂનમૂન દત્તા આ પ્રકારનો અપમાનનો ઘૂંટડો ગળી જાય તેમાની નહતી. તેને આ પ્રકારની ગેરવર્તણૂક જરાય પસંદ ન આવી અને તેણે તે વ્યક્તિને તેની જ ભાષામાં જવાબ આપ્યો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે