Home> Gujarat
Advertisement
Prev
Next

Delhi-Jaipur Road Accident: ગુજરાત પોલીસની કારને રાજસ્થાનમાં મોટો અકસ્માત, ભાવનગરના 4 કર્મી અને 1 આરોપીનું મોત

gujarat police car accident: આ દુર્ઘટનામાં ભોગ બનેલા કર્મીઓ ભાવનગરમાં ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા હતા. આ અકસ્માત જયપુરના ભાભરૂ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સર્જાયો છે. 8 તારીખે ભાવનગર ઘરફોડનો ચારીની તપાસમાં પોલીસકર્મીઓ દિલ્હી પહોંચ્યા હતા.

Delhi-Jaipur Road Accident: ગુજરાત પોલીસની કારને રાજસ્થાનમાં મોટો અકસ્માત, ભાવનગરના 4 કર્મી અને 1 આરોપીનું મોત

ઝી ન્યૂઝ/ભાવનગર: રાજ્યમાં અકસ્માતોની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે. ત્યારે દિલ્લીથી ગુજરાત આવી રહેલી એક મોઘીદાટ કારને અકસ્માત નડ્યો છે. આ અકસ્માતમાં ભાવનગરના 4 પોલીસકર્મી અને 1 આરોપીનું રાજસ્થાનના જયપુર નજીક કરૂણ મોત થયું છે. જાણવા મળી રહ્યું છે કે પોલીસના જવાનો આરોપીને દિલ્લીથી ગુજરાત લાવી રહ્યા હતા. 

fallbacks

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે રાજસ્થાનમાં ગમખ્વાર કાર અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. દિલ્લી-જયપુર રોડ પર શાહપુરા નજીક એક મોઘીદાટ કારમાં સવાર આરોપી અને ગુજરાત પોલીસના ચાર કર્મીઓને ગતમોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત નડ્યો છે. દિલ્લીથી ગુજરાત આવી રહેલી કાર ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ હતી. ડિવાઈડર સાથે અથડાયા બાદ કાર વૃક્ષ સાથે અથડાઈ હતી. જેના કારણે ગુજરાત પોલીસના 4 જવાન અને 1 આરોપીનું મોત થયું છે. જાણવા મળી રહ્યું છે કે પોલીસ જવાનો એક આરોપીને દિલ્લીથી ગુજરાત લાવી રહ્યા હતા, ત્યારે આ ઘટના બની છે.

જયપુર પાસે અકસ્માતમાં ભાવનગરના પોલીસકર્મીઓનાં મૃત્યુ અંગે ગુજરાત અને રાજસ્થાનના મુખ્યમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું છે.

આ દુર્ઘટનામાં ભોગ બનેલા કર્મીઓ ભાવનગરમાં ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા હતા. આ અકસ્માત જયપુરના ભાભરૂ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સર્જાયો છે. 8 તારીખે ભાવનગર ઘરફોડનો ચારીની તપાસમાં પોલીસકર્મીઓ દિલ્હી પહોંચ્યા હતા. જ્યાં તપાસ બાદ એક આરોપીને દબોચીને પરત ફરી રહ્યા હતા, ત્યારે મોડીરાત્રે અકસ્માત થયો છે.

fallbacks

મહત્ત્વનું છે કે આ ઘટનામાં ભાવનગરમાં ફરજ બજાવી રહેલા ગુજરાત પોલીસના મૃતક કર્મીઓમાં ભીખુભાઈ બુકેરા, કોન્સ્ટેબલ, શક્તિસિંહ ગોહિલ, કોન્સ્ટેબલ, મનસુખ બાલધીયા, કોન્સ્ટેબલ, ઈરફાન અગવાન , કોન્સ્ટેબલના નામ સામે આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More