Amitabh Bachchan Viral Tweet: છેલ્લા ત્રણ દિવસ દરમિયાન ટ્વિટર યુઝર્સના નામ આગળથી બ્લુટિક રીમુવ થઈ જતા સોશિયલ મીડિયા પર ઘણા પ્રકારના મીન્મ બની રહ્યા છે. બ્લુટીક અને ટ્વીટર મામલે હાલ બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન ચર્ચામાં છે. બ્લુટીક રીમુવ થયું ત્યારથી લઈને બ્લુટીક પરત મળ્યું ત્યાં અમિતાભ બચ્ચન સતત ટ્વીટર પર એક્ટિવ રહ્યા અને એક પછી એક મજેદાર ટ્વિટ કરતાં જોવા મળ્યા હતા. અમિતાભ બચ્ચનના રિએક્શનના કારણે યુઝર્સને પણ મજા પડી ગઈ. તેવામાં જ્યારે તેમના એકાઉન્ટમાં બ્લુટીક રીસ્ટોર થયું ત્યારે તેમણે અનોખા અંદાજમાં ટ્વીટરના સીઈઓ એલન મસ્કનો આભાર માન્યો હતો.
આ પણ વાંચો:
દેશને હચમચાવી દેનાર હત્યા પર આધારિત ડોક્યૂમેંટ્રી સીરીઝ ડાન્સિંગ ઓન ધ ગ્રેવ રિલીઝ
જય શ્રીરામ... ના જય જયકાર સાથે આદિપુરુષ ફિલ્મનું નવું પોસ્ટર રિલીઝ, જુઓ પ્રભાસનો લુક
Twitter એ બ્લુ ટીક રીમુવ કર્યા પછી Amitabh Bachchan એ આપ્યું રીએકશન, વાયરલ થઈ ટ્વીટ
અમિતાભ બચ્ચનને એલન મસ્કને ઉત્તર પ્રદેશની ભાષામાં થેન્કયુ કહ્યું હતું. તેમણે પોતાના ઓફિશિયલ twitter હેન્ડલ પરથી ટ્વિટ કરી હતી તે હવે વાયરલ થઈ ગઈ છે. તેમણે એલન મસ્ક નો આભાર માનીને બોલીવુડ ના સુપરહિટ ગીતની પંક્તિઓ બદલીને લખી હતી. તેમણે ટ્વિટ કરીને લખ્યું હતું કે " તું ચીજ બડી હે મસ્ક મસ્ક... "
T 4624 -
ए Musk भैया ! बहुत बहुत धन्यवाद देत हैं हम आपका !
उ , नील कमल ✔️ लग गवा हमार नाम के आगे !
अब का बताई भैया ! 😁
गाना गये का मन करत है हमार !
सनबो का ?
इ लेओ सुना :
"तू चीज़ बड़ी है musk musk ... तू चीज़ बड़ी है, musk " 🎶— Amitabh Bachchan (@SrBachchan) April 21, 2023
તમને જણાવી દઈએ કે આ ગીત વર્ષ 1994 માં રિલીઝ થયેલી ફિલ્મ મોહરાનું છે. આ ગીતના શબ્દોમાં મસ્ત મસ્ત કાઢી અને અમિતાભ બચ્ચને મસ્ક મસ્ક લખ્યું હતું.
જોકે અમિતાભ બચ્ચનની ફક્ત આ ટ્વીટ જ નહીં પરંતુ તેની પહેલાંની ટ્વિટ પણ ચર્ચાનો વિષય બની હતી. જ્યારે ટ્વિટર એ બ્લુટીક રીમુવ કરી દીધું ત્યારે અમિતાભ બચ્ચનને ટ્વિટ કરીને જણાવ્યું હતું કે તેણે તો પૈસા ભરી પણ દીધા છે તેમ છતાં બ્લુટિક તેમના નામ આગળથી રીમુવ થઈ ગયું છે.
T 4623 - ए twitter भइया ! सुन रहे हैं ? अब तो पैसा भी भर दिये हैं हम ... तो उ जो नील कमल ✔️ होत है ना, हमार नाम के आगे, उ तो वापस लगाय दें भैया , ताकि लोग जान जायें की हम ही हैं - Amitabh Bachchan .. हाथ तो जोड़ लिये रहे हम । अब का, गोड़वा 👣जोड़े पड़ी का ??
— Amitabh Bachchan (@SrBachchan) April 21, 2023
ઉલ્લેખનીય છે કે ટ્વીટરે અગાઉથી જ ઘોષણા કરી હતી કે 20 એપ્રિલથી બ્લુટિક માટે પેમેન્ટ કરવું પડશે. જે લોકો ટ્વીટરને પેમેન્ટ કરશે તેમના અકાઉન્ટ પર જ બ્લુ ટિક જોવા મળશે. જેના કારણે 20 એપ્રિલે અડધી રાત્રે બધા જ લોકોના અકાઉન્ટમાંથી બ્લુ ટિક રીમૂવ કરી દેવાયા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે