Home> Technology
Advertisement
Prev
Next

Bluesky V/S Twitter: જાણો કેટલું ખાસ છે Twitter ના વિકલ્પ તરીકે રજૂ કરાયેલું Bluesky

Bluesky V/S Twitter: એપ્લિકેશન બ્લુ સ્કાયમાં યુઝર્સ માટે ખાસ પ્રકારના અલગોરીધમ આપ્યા છે. જેમાં ટ્વીટ, બુકમાર્ક, ડાયરેક્ટ મેસેજ, રીટ્વીટ, હેશટેગ જેવા ઘણા વિકલ્પ ઉપલબ્ધ હશે. એક રિપોર્ટ અનુસાર બ્લુ સ્કાય અત્યાર સુધીમાં આઈઓએસ પર 2,40,000 વખત ઇન્સ્ટોલ થઈ ચૂક્યું છે. માર્ચ મહિનાની સરખામણીમાં તેમાં 39% નો વધારો થયો છે.

Bluesky V/S Twitter: જાણો કેટલું ખાસ છે Twitter ના વિકલ્પ તરીકે રજૂ કરાયેલું Bluesky

Bluesky V/S Twitter: ટ્વીટરના પેઇડ બ્લુ ટિકના નિયમ પછી આ સેક્ટરમાં વધુ એક એપ્લિકેશનની એન્ટ્રી થઈ છે. જેની ચર્ચા છેલ્લા બે દિવસથી જોરશોરથી થઈ રહી છે. ટ્વીટરના જ સહ સંસ્થાપક અને પૂર્વ સીઈઓ જેક ડોરસીએ બ્લુ સ્કાય નામની એક એપ્લિકેશન લોન્ચ કરી છે. આ એપ્લિકેશન એન્ડ્રોઇડ યુઝર માટે છે. એલન મસ્કના ટ્વીટરનો આ એક વિકલ્પ હોવાનું કહેવાય રહ્યું છે. આ એપ્લિકેશન ભવિષ્યમાં તેના યુઝર્સને વધારે વિકલ્પ અને ક્રિએટર્સને ટ્વિટર પ્લેટફોર્મ જેવી આઝાદી આપી શકે છે. હાલ આ એપ્લિકેશન ડેવલપ થઈ રહી છે. તેથી તેને માત્ર એક ઇન્વિટેશન કોડ દ્વારા જ એક્સેસ કરી શકાય છે. 

fallbacks

આ પણ વાંચો: 

Microsoft Word વર્ષોથી યુઝ કરતાં 99 ટકા લોકો પણ નથી જાણતાં વર્ડની આ સીક્રેટ Trick

હવે Covid સર્ટિફિકેટની કોઈપણ સમયે પડી શકે છે જરૂર, આ રીતે કરી શકો છો ડાઉનલોડ

ગરમી વધી ગઈ છે.. તો તમારી કાર ચેક કરી લો તુરંત, કારમાં રાખશો આ વસ્તુઓ તો થશે ધડાકો..

બ્લુ સ્કાયની ખાસિયતો

જેક ડોરસીએ એપ્લિકેશન બ્લુ સ્કાયમાં યુઝર્સ માટે ખાસ પ્રકારના અલગોરીધમ આપ્યા છે. જેમાં ટ્વીટ, બુકમાર્ક, ડાયરેક્ટ મેસેજ, રીટ્વીટ, હેશટેગ જેવા ઘણા વિકલ્પ ઉપલબ્ધ હશે. એક રિપોર્ટ અનુસાર બ્લુ સ્કાય અત્યાર સુધીમાં આઈઓએસ પર 2,40,000 વખત ઇન્સ્ટોલ થઈ ચૂક્યું છે. માર્ચ મહિનાની સરખામણીમાં તેમાં 39% નો વધારો થયો છે.

ટ્વીટરથી કેટલું અલગ છે બ્લુ સ્કાય ? 

બ્લુ સ્કાયમાં એકદમ સિમ્પલ ઇન્ટરફેસ છે. જેમાં 256 લેટર્સની પોસ્ટ માટે એક બટન ઓપ્શન મળે છે. જો તમે આ એપ્લિકેશન યુઝ કરો છો તો પોસ્ટમાં ફોટો એડ કરવાનો વિકલ્પ પણ મળે છે. આ સાથે જ યુઝર્સને એકાઉન્ટને શેર, મ્યુટ અને બ્લોક કરવાની સુવિધા પણ આપવામાં આવે છે. એપ્લિકેશનમાં નેવિગેશન માટે સર્ચ ઓપ્શન પણ એડ કરવામાં આવશે. 

મહત્વનું છે કે ગુરુવારે અડધી રાત્રે ટ્વિટરના બધા જ એકાઉન્ટ પરથી બ્લુ ટિક રીમુવ કરી દેવામાં આવ્યા હતા. કંપનીએ આ નિર્ણય પોતાની કમાણી વધારવા માટે લીધો હતો હવે બ્લુ ટિક એવા લોકોને જ મળશે જે તેના માટે પૈસા ખર્ચ કરશે. વેબ યુઝરને બ્લુ ટિક માટે દર મહિને 650 રૂપિયા અને વર્ષે 6,800 રૂપિયા આપવા પડશે. જ્યારે આઈઓએસ અને એન્ડ્રોઇડ યુઝરે મહિનાના 900 રૂપિયા એટલે કે વર્ષના 9400 નો ચાર્જ આપવો પડશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More