Home> Entertainment
Advertisement
Prev
Next

પહેલી પત્નીએ કહ્યું મારી એકલી જોડે મજા ના આવતી હોય તો બીજી લઈ આવો, મોજીલા પતિએ એક ઘરમાં 9 પત્ની ભેગી કરી!

એક સાથે ઢગલાબંધ યુવતીઓ સાથે રહે છે આ મહાશય! લગ્ને લગ્ને હજુ પણ કુંવારો થઈને કેમ ફરે છે આ વ્યક્તિ એ કિસ્સો જાણવા જેવો છે.

પહેલી પત્નીએ કહ્યું મારી એકલી જોડે મજા ના આવતી હોય તો બીજી લઈ આવો, મોજીલા પતિએ એક ઘરમાં 9 પત્ની ભેગી કરી!

નવી દિલ્લીઃ આજકાલના જમાનામાં કેટલાક પુરૂષો માટે એક પત્ની સાચવવી પણ મુશ્કેલ હોય છે. પરંતુ શું તમે કોઈ એવા વ્યક્તિને જોયો છે જેની 1 નહીં, 2 નહીં, 3 નહીં પરંતુ 9 પત્નીઓ છે. તમે 9 પત્નીઓ સાંભળીને તો દંગ રહી જ ગયા હશો, પરંતુ આપની જાણ માટે આ વ્યક્તિ હજુ 2 યુવતીઓ સાથે લગ્ન કરશે. સૌને ચોંકાવનાર આખરે કોણ છે આ વ્યક્તિ આવો જાણીએ.

fallbacks

ગત વર્ષે બ્રાઝિલમાં એક શખ્સે અજીબોગરીબ લગ્ન કરી સમગ્ર દુનિયાને ચોંકાવી દીધા. આર્થર ઓ ઉર્સો(Arthur O Urso) નામના વ્યક્તિએ 1 નહીં, 2 નહીં પરંતુ 9 યુવતીઓ સાથે લગ્ન કરી ખુબ પ્રસિદ્ધિ મેળવી. જો કે સોશિયલ મીડિયામાં ઘણા લોકોએ આર્થરને આવી ઘટના માટે ખુબ ટ્રોલ પણ કર્યો. હેરાન કરનારી વાત તો એ છે કે ટ્રોલ થયા બાદ પણ આ મોડલનો જીવ ન ભરાતા, તે વધુ 2 યુવતીઓ સાથે લગ્ન કરશે.

એક રિપોર્ટ મુજબ આ મોડલની એક પત્ની તેને છુટાછેડા આપવા જઈ રહી છે. આ માટે આર્થરે નિર્ણય કર્યો છે કે તે વધુ 2 યુવતીઓ સાથે લગ્ન કરશે, જેથી તેની પત્નીની સંખ્યા 10 થઈ જાય. આપ એ જાણીને હેરાન રહી જશો કે 9 યુવતીઓ સાથે લગ્ન કરવા માટે પહેલી પત્નીએ જ તેને પ્રેરિત કર્યો હતો. આર્થરની પહેલી પત્ની લુઆના કજાકિ એક એડલ્ટ મોડલ છે. બંનેએ હનીમુન મનાવ્યા બાદ વિચિત્ર રીતે લગ્ન કરવાનો નિર્ણય લીધો.

આર્થર અને લુઆના ઈચ્છતા હતા કે અન્ય યુવતીઓને પણ આ સંબંધમાં સામેલ કરે. આ નિર્ણય બાદ આર્થરે 9 યુવતીઓ સાથે લગ્ન કર્યા. પરંતુ એક પત્નીએ આ સંબંધથી આપત્તિ જતાવી. આ કારણે તે છુટાછેડા લેવા માગે છે. આર્થરે જણાવ્યું કે અગાથા ઈચ્છે છે કે તેઓ બંને સામાન્ય પતિ-પત્નીની જેમ એકબીજા સાથે રહે. પરંતુ આર્થરને આ વાત સામે વાંધો પડતા તેણે એકબીજાથી અલગ થવાનો નિર્ણય લીધો.

આર્થરનું કહેવું છે કે તે હંમેશાથી 10 પત્ની રાખવા માગતો હતો. હાલમાં તેમની માત્ર એક જ પુત્રી છે. વધુ એક આશ્ચર્યની વાત એ છે કે આર્થર દરેક પત્ની પાસેથી એક સંતાન ઈચ્છે છે. તેનું કહેવું છે કે તેની બાકીની પત્નીઓ એકબીજાને ખુબ પ્રેમ કરે છે. પરંતુ અગાથા માત્ર રોમાંચની રીતે આ રિલેશનશિપમાં સામેલ થઈ હતી. અગાથાનો અન્ય પત્નીઓ પ્રત્યે પ્રેમ અથવા લાગણી ન હતી. આ વાત આર્થનને પસંદ ન આવતા તેમણે છુટાછેટા લેવાનું નક્કી કર્યું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More