Home> India
Advertisement
Prev
Next

લગ્ન મંડપમાં બત્તી ગૂલ અને દુલ્હનો બદલાઈ ગઈ! ચર્ચાના ચગડોળે ચડેલા આ મામલાની જાણો સચ્ચાઈ

 ત્રણ જાન આવી પણ લગ્ન ટાણે જ લાઈટ જતી રહી. જો કે જલદી આવી ગઈ પણ આ દરમિયાન તો ગોટાળાઓની હારમાળા સર્જાઈ ગઈ. ત્યારે જાણો આખરે શું છે આ ઘટના. 

લગ્ન મંડપમાં બત્તી ગૂલ અને દુલ્હનો બદલાઈ ગઈ! ચર્ચાના ચગડોળે ચડેલા આ મામલાની જાણો સચ્ચાઈ

ઉજ્જૈન: મધ્ય પ્રદેશમાં ઠેર ઠેર વીજળી સંકટના કારણ હાહાકાર મચી ગયો છે. એમા પણ લગ્નગાળો પૂરજોશમા છે. હવે આમાં લગ્ન પ્રસંગે જો વીજળી ગૂલ થઈ જાય તો આફત આવી જતી હોય છે. હવે આવામાં રાજ્યના અસલાનામાં એક એવી ઘટના ઘટી જેના કારણે હંગામો જોવા મળી રહ્યો છે. એક જ પરિવારની ત્રણ દીકરીઓના લગ્ન યોજાયા. ત્રણ જાન આવી પણ લગ્ન ટાણે જ લાઈટ જતી રહી. જો કે જલદી આવી ગઈ પણ આ દરમિયાન તો ગોટાળાઓની હારમાળા સર્જાઈ ગઈ. ત્યારે જાણો આખરે શું છે આ ઘટના. 

fallbacks

વાત જાણે એમ છે કે ઉજ્જૈન જિલ્લાના ગ્રામીણ વિસ્તાર અસલાના ગ્રામ પંચાયતનો આ મામલો ચર્ચાના ચગડોળે ચડ્યો છે. એવી ચર્ચાઓ થઈ રહી છે કે લગ્ન ટાણે લાઈટ જતી રહેવાથી દુલ્હનો બદલાઈ ગઈ. એક જ પરિવારની ત્રણ દીકરીઓને લેવા આવેલા દુલ્હેરાજાઓની દુલ્હનો બત્તી ગુલ થતા અચાનક બદલાઈ ગઈ.  બધા નવાઈ પામી ગયા કે આવું કેવી રીતે થઈ શકે. જો કે લાઈટ સમયસર આવી ગઈ. સવાલ એ ઊભો થયો કે આખરે શું ખરેખર દુલ્હનો બદલાઈ ગઈ હતી? આ અંગે માહિતી મેળવતા જે જાણવા મળ્યું તે કઈંક અલગ હતું. આ સમગ્ર કહાની જાન લઈને આવેલા યુવકના પિતા, યુવતીઓના ભાઈ અને ગામના પટેલે જણાવી. જે જાણીને બધાની આંખો પહોળી થઈ ગઈ.

જાણવા મળ્યું કે વધુઓએ એક જેવો ડ્રેસ પહેર્યો હતો. વળી ગામમાં ઘૂંઘટ પ્રથા પણ છે તેથી કોઈ સમજી શક્યું નહીં કે અંધારામાં કોની કઈ દુલ્હન છે. અને દીકરીઓને પૂજા માટે વરરાજા સાથે બેસાડી દેવાઈ. જેવી લાઈટ આવી કે બધાએ જોયુ તો દંગ રહી ગયા અને આગની જેમ વાત ફેલાઈ કે દુલ્હા દુલ્હન બદલાઈ ગયા. પરંતુ અહીં લગ્ન ટાણે દુલ્હા દુલ્હન બદલાયા નથી. સત્ય એ છે કે દુલ્હા અને દુલ્હન પૂજા સમયે જ બદલાયા જેવા ફેરા લેવાનો સમય આવ્યો કે લાઈટ આઈ ગઈ અને દીકરીઓને તેમના જ દુલ્હાઓ સાથે રાજી ખુશીથી વિદાય કરી દેવાઈ. 

અસલાનાના રમેશલાલની ત્રણ દીકરીઓ કોમલ, નીકિતા અને કરિશ્મા અને પુત્ર ગોવિંદના લગ્ન હતા. કોમલના લગ્ન ગ્રામ ખીરા ખેડીના દેવીલાલ મેવાડાના પુત્ર રાહુલ સાથે, નીકિતાના ગ્રામ દંગવાડાના રામેશ્વરના પુત્ર ભોલા સાથે અને કરિશ્માના ગ્રામ દંગવાડાના બાબુલાલના પુત્ર ગણેશ સાથે 5મી મે 2022ના રોજ રાતે હતા. જ્યારે જાન અસલાના ગામ પહોંચી તો ત્રણેય દીકરીઓએ ઘૂંઘટ કાઢી રાખ્યા હતા. એક જેવી જ તૈયાર થઈ અને જ્યારે પૂજાની પ્રક્રિયા શરૂ થઈ તો બત્તી ગાયબ. ત્રણમાંથી બે દીકરીઓ પૂજા સમયે બેસવાનું હતું તેના બદલે બીજી જગ્યાએ બેસી ગઈ. પૂજા પૂરી થતા જ લાઈટ આવી અને ખબર પડી કે આ તો લોચો વાગ્યો. બધા સ્તબ્ધ રહી ગયા અને ધડાધડ પાછી યોગ્ય જગ્યાએ વધુઓ બેસી ગઈ અને ફેરા લીધા. પરિવારે રાજીખુશીથી દીકરીઓને યોગ્ય દુલ્હા સાથે વિદાય કરી. 

દુલ્હનના ભાઈ શૈલેન્દ્ર, દુલ્હાના પિતા તથા ગ્રામીણ લાખન પટેલે જણાવ્યું કે આ સાવ અફવા છે કે દુલ્હનના લગ્ન કોઈ અન્ય દુલ્હા સાથે થઈ ગયા. સચ્ચાઈ એ છે કે દુલ્હન બદલાઈ હતી પરંતુ ફક્ત પૂજા પાઠમાં...એક જેવા તૈયાર થયા હતા, ડ્રેસ પહેર્યા હતા અને ઘૂંઘટ કાઢ્યા હતા અને વળી લાઈટ ગઈ એ સૌથી મોટું કારણ રહ્યું. ફેરા અને વિદાય યોગ્ય વરરાજા સાથે થયા અને પરિવારમાં કોઈ પણ વાતને લઈને ઝઘડો થયો નથી. રાજીખુશી બધુ થયું અને હવે બધુ સામાન્ય છે. 

જુઓ Live TV

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More