નવી દિલ્હીઃ બોલીવુડ અભિનેત્રી યામી ગૌતમ (Yami Gautam) એ લગ્ન કરી લીધા છે. તેણે લગ્નની પ્રથમ તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. યામીએ ફિલ્મ 'ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઇક (Uri: The Surgical Strike)' ના ડાયરેક્ટર આદિત્ય ધર (Aditya Dhar) સાથે લગ્ન કર્યાં છે. આ લગ્ન ખુબ ઇન્ટીમેટ હતા અને તેમાં બન્ને પરિવારના લોકો સામેલ થયા હતા.
યામીએ પોતાના લગ્નની પ્રથમ તસવીર શેર કરતા લખ્યું છે- પોતાના પરિવારોના આશીર્વાદથી આજે અમે લગ્ન કરી લીધા છે. અત્યંત વ્યક્તિગત વ્યક્તિ હોવાને લીધે અમે આ ઉત્સવ માત્ર અમારા પરિવારની સાથે મનાવ્યો છે.
યામી અને આદિત્યએ એક જેસી તસવીર અને એક જ પોસ્ટ સેર કરી છે. પોતાના લગ્નની તસવીરમાં અભિનેત્રી લાલ સાડીમાં જોવા મળી રહી છે.
યામીના લગ્નની તસવીરે તેના ફેન્સને સરપ્રાઇઝ કરી દીધા છે. યામી અને આદિત્યની આ તસવીર પર બોલીવુડ ઇન્ડસ્ટ્રીના લોકો શુભેચ્છા આપી રહ્યાં છે. દિયા મિર્ઝા, જેકલીન, નેહા ધૂપિયા, ભૂમિ પેડનેકર, વિક્રાંત મૈસી જેવા સિતારાઓએ તેમને શુભેચ્છા આપી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે