Home> Gujarat
Advertisement
Prev
Next

પ્રેમિકાએ કહ્યું હવે પછી મળવા આવીશ તો જીવતો નહી જવા દઉ, અને સાચે જ પતિ સાથે મળી પ્રેમીનું કાસળ કાઢ્યું

પત્નીના પ્રેમીનું કાસળ કાઢવા માટે પતિ રાજુ ગોહિલે (Raju Gohil) પત્નીના લગ્ન પૂર્વેના અંગત ફોટા પરત કરવા માટે પ્રેમી સંજય પરમારને પતિ રાજુએ અનગઢ બોલાવ્યો હતો.

પ્રેમિકાએ કહ્યું હવે પછી મળવા આવીશ તો જીવતો નહી જવા દઉ, અને સાચે જ પતિ સાથે મળી પ્રેમીનું કાસળ કાઢ્યું

હાર્દિક દિક્ષિત, વડોદરા: વડોદરામાં પતિ પત્ની અને વો (Pati Patni aur woh) ના કિસ્સાનો લોહિયાળ અંજામ આવ્યો છે. પ્રેમિકાની બર્થડે (Birthday) મનાવવા તેની સાસરીમાં પહોંચી ગયેલા પ્રેમીની હત્યાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવતા સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. અનગઢગામ ખાતે પતિ અને પત્નીએ મળીને પ્રેમીનું કાસળ કાઢી નિર્મમ હત્યા કરી નાખી હતી.

fallbacks

વડોદરા (Vadodara) ના અનગઢ ગામમાં ખૂની ખેલ ખેલાયો હતો. આણંદ (Anand) ના ભાટિયા પુરાગામમાં રહેતા સંજય પરમાર (Sanjay Parmar) ને સામરખા ગામની મહિલા સાથે ત્રણ વર્ષ પૂર્વે પ્રેમ સંબંધ (love Affair) બંધાયો હતો. જોકે શિવાનીના લગ્ન અનગઢ ગામના રાજુ ગોહિલ (Raju Gohil) સાથે થયા હતા. લગ્ન જીવનના માંડ દોઢ વર્ષ થયાં હતાં. લગ્ન બાદ પણ પત્ની અને પ્રેમી સંજય પરમાર સાથે મોબાઈલ ફોન પર પ્રેમલાપ ચાલતો હતો. જેની ગંધ પતિ રાજુ ગોહિલને બે દિવસ પૂર્વે થઈ હતી.

Bhavnagar: લોકો પેટ્રોલ પુરાવી રહ્યા હતા અને ભડભડ સળગી ઉઠ્યો પેટ્રોલ પંપ, લોકો વાહન મુકીને ભાગ્યા

પત્નીના પ્રેમીનું કાસળ કાઢવા માટે પતિ રાજુ ગોહિલે (Raju Gohil) પત્નીના લગ્ન પૂર્વેના અંગત ફોટા પરત કરવા માટે પ્રેમી સંજય પરમારને પતિ રાજુએ અનગઢ બોલાવ્યો હતો. પ્રેમી સંજય પરમાર ઘરે આવ્યો ત્યારે પતિ રાજુ અને પત્નીએ ઝેરી દવા પીવડાવી ધોકા વળે માર મારી હત્યા કરી નાખી હતી.

સંજય પરમાર (Sanjay Parmar) તેના મિત્ર ધમેન્દ્રસિંહ સાથે બાઇક પર ગત રાત્રીના સાડા દસ વાગે આવ્યા હતા. જ્યારે મિત્ર ધમેન્દ્રસિંહ રાજુ ગોહિલના ઘરથી ઘણો દૂર ઉભો હતો. ઘણો સમય વીતવા છતાં સંજય પરમાર પરત ન ફરતા મિત્ર ધમેન્દ્રસિંહે ફોન કર્યો હતો. ત્યારે રાજુ ગોહીલે જણાવ્યું હતું કે મને માથામાં લાકડાના ફટકા માર્યા છે અને પ્રેમિકાએ ઝેરયુક્ત પદાર્થ પીવડાવ્યો હોવાથી તું મને લઇ જા.

કાર ચાલક ટક્કર મારી ભાગી છૂટ્યો, કારની તલાશી લેતાં કંઇક આવું મળી આવ્યું

ત્યારે ધર્મેન્દ્રસિંહ તેના મિત્રને બાઇક પર બેસાડીને અનગઢ તળાવ સુધી આવ્યો હતો. જ્યાં તેને એમ્બ્યુલન્સ 108 ને જાણ કરતા ઇજાગ્રસ્ત સંજય પરમાર (Sanjay Parmar) ને સારવાર અર્થે ગોત્રી હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.

'નાયબ મુખ્યમંત્રીએ કહ્યું, અફવા અને અંધશ્રદ્ધાના લીધે લોકો વેક્સીન લેતા નથી'

આથી આ અંગેની જાણ નંદેશરી પોલીસને કરાતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. આ મામલે નંદેશરી પોલીસે પતિ અને પત્નીની અટકાયત કરી હતી. જ્યારે મૃતકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો હતો. નંદેશરી પોલીસે ખેલાયેલા ખૂની ખેલ વાળા મકાનમાંથી લાકડાના ફટકા અને ઝેરી પદાર્થ કબજે કરી ગુનો નોંધી બંન્ને આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More