Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતના ખેડૂતો માટે ભૂપેન્દ્ર પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય; કેબિનેટ બેઠકમાં અપાઈ સૂચના

Bhupendra Patel: ગુજરાતના ખેડૂતો માટે રાહતના સમાચાર મળી રહ્યા છે. હવે ખેડૂતોને 8ના બદલે 10 કલાકે ખેતી માટે વીજળી અપાશે. જી હા... જે જિલ્લામાં વરસાદ ખેંચાયો છે તે જિલ્લાઓમાં 10 કલાક વીજળી આપવા સૂચના આપવામાં આવી છે. વરસાદની ખેંચવાળા જિલ્લામાં નર્મદાનું વધારાનું પાણી સૌની યોજનાથી અપાશે. આજે મળેલ કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૂચના આપી છે.

 ગુજરાતના ખેડૂતો માટે ભૂપેન્દ્ર પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય; કેબિનેટ બેઠકમાં અપાઈ સૂચના

રાજ્યમાં શરુઆતમાં સારા વરસાદ બાદ પાછળથી વરસાદ ખેંચાતા પાકને નુકસાનીનો ભય સતાવી રહ્યો છે. પાકને નુકસાન ન જાય તે માટે ખેડૂતો પાકના પાણી પાવાની શરુઆત કરી દીધી છે. તો બીજી હાલમાં જે 8 કલાક વીજળી મળે છે તેના બદલે 10 કલાક આપવાનો નિર્ણય લેવાયો છે. જે બાદ સરકારે ખેડૂતોની માગ સ્વિકારી અને વીજળી 10 કલાક આપવાની જાહેરાત કરાઈ છે.

fallbacks

કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા ગુજરાત રાજયના ખેડૂતો માટે મોટા ખુશખબર આપ્યા છે. જેમાં રાજયમાં વરસાદી ઘટ વાળા જિલ્લામાં ખેડૂતોને ખેતી માટે 8 કલાકની બદલે 10 કલાક વીજળી આપવાની વાત છે. જે જિલ્લાઓમાં વરસાદની ઘટ છે ત્યાં 10 કલાક વીજળી અપાશે, ઘટવાળા જિલ્લાઓમાં નર્મદાનું પાણી આપવા પણ સૂચના અપાઈ છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More