NDA ના સાંસદોની બેઠકમાં પીએમ મોદીએ કેબિનેટના પોતાના સહયોગી ગૃહમંત્રી અમિત શાહની જે અંદાઝમાં પ્રશંસા કરી છે તેના અનેક અર્થ નીકળી રહ્યા છે. પ્રધાનમંત્રીએ એક લાઈનમાં એક મોટો ગર્ભિત સંદેશ છૂપાયેલો જોવા મળી રહી છે. પીએમએ કેન્દ્રીય મંત્રી અમિત શાહને દેશના સૌથી લાંબા સમય સુધી ગૃહમંત્રી રહેવાની શુભેચ્છાઓ પાઠવતા કહ્યું કે આ તો તેમના માટે બસ 'શરૂઆત' છે. જેનાથી ભારતીય જનતા પાર્ટીમાં અટકળો થઈ રહી છે કે આ ફક્ત પ્રશંસા નહીં પરંતુ ગુજરાતના 60 વર્ષના સાંસદ માટે એક મોટી ભૂમિકાનો પણ સંકેત છે.
HTના રિપોર્ટ મુજબ એનડીએ સંસદીય દળની બેઠકને સંબોધન કરતા પીએમ મોદીએ શાહનો ઉલ્લેખ કર્યો. પીએમ બોલ્યા કે તેમણે (શાહ) લાલકૃષ્ણ અડવાણીના કાર્યકાળને પાછળ છોડ્ય છે જે અગાઉ સૌથી લાંબા સમય સુધી ગૃહમંત્રી હતા. બેઠક સાથે જોડાયેલી એક વ્યક્તિએ પીએમના હવાલે કહ્યું કે "આ તો હજુ શરૂઆત છે...હજુ વધુ આગળ જવાનું છે." ભાજપના દિગ્ગજ નેતા અડવાણી માર્ચ 1998થી મે 2004 સુધી ગૃહમંત્રીના પદ પર રહ્યા અને સૌથી લાંબા સમય સુધી આ પદ પર રહેનારા મંત્રી બન્યા. બીજી બાજુ મે 2019માં ગૃહમંત્રી બનેલા અમિત શાહે તેનાથી પણ વધુ સમય પૂરો કર્યો છે.
શાહ, અડવાણી અને પટેલ
ભાજપે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં લખ્યું કે 2258 દિવસના કાર્યકાળની સાથે અમિત શાહ હવે લાલકૃષ્ણ અડવાણીના ગૃહમંત્રીના રૂપમાં 2256 દિવસનો કાર્યકાળ પાછળ છોડ્યો છે. તે પહેલા ભારતના પહેલાં ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલે 1218 દિવસ સુધી દેશની સેવા કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો કાર્યકાળ સાહિસક અને ઐતિહાસિક નિર્ણયોથી ભરેલો રહ્યો છે. જેમાં કલમ 370 હટાવવાથી લઈને આતંકવાદ પર મોટી કાર્યવાહી અને આંતરિક સુરક્ષાને મજબૂત કરવી સામેલ છે.
પીએમના સૌથી વિશ્વાસપાત્ર
પીએમના લાંબા સમયથી વિશ્વાસુ રહેલા શાહે ગુજરાતમાં મોદી સાથે મળીને કામ કર્યું હતું. 2014ની લોકસભા ચૂંટણીમાં યુપીમાં ભાજપના કેમ્પેઈનને લીડ કર્યું. તેનું પરિણામ એ આવ્યું કે પાર્ટીને રાજ્યમાં 80માંથી 71 સીટ મળી અને શાહને તેમના સોશિયલ એન્જિનિયરિંગ કૌશલ માટે ખુબ બિરદાવવામાં આવ્યા. તે જ વર્ષે તેમને પાર્ટીના અધ્યક્ષ બનાવવામાં આવ્યા. રાજનાથ સિંહની જગ્યાએ તેમને કેન્દ્રીય ગૃહમંત્રી તરીકે પ્રમોશન પણ મળ્યું.
હવે કઈ ભૂમિકા
રિપોર્ટ મુજબ એક વરિષ્ઠ ભાજપ નેતાએ કહ્યું કે પીએમના નિવેદનને બંને નેતાઓ વચ્ચેના ઘનિષ્ઠ સંબંધોને મજબૂત કરવાની રીતે જોઈ શકાય છે. તેમણે કહ્યું કે કેટલાક લોકો પદાનુક્રમ (પ્રમોશન) સહિત કેટલાક મુદ્દાઓ પર અટકળો લગાવતા હતા પરંતુ પ્રધાનમંત્રીના નિવેદને આ ધારણાને ખતમ કરી છે. પીએમના સિગ્નલથી લોકોના મનમાં એક સવાલ ઘૂમરાઈ રહ્યો છે કે ગૃહમંત્રી અમિત શાહ આગળ કઈ ભૂમિકા ભજવી શકે છે.
રિપોર્ટ મુજબ ભાજપના એક દિગ્ગજ નેતાએ કહ્યું કે પીએમનું સમર્થન શાહની ક્ષમતા અને યોગ્યતાને માન્યતા આપે છે. ગૃહમંત્રી તરીકે તેમને આંતરિક ઉગ્રવાદને ઓછો કરવા, આતંકવાદના ફંડિંગ પર લગામ લગાવવનો શ્રેય જાય છે અને તેઓ (જમ્મુ કાશ્મીરથી કલમ 370 હટાવવા) એકીકૃત નાગરિકસંહિતા જેવા વૈચારિક મુદ્દાઓને આગળ વધારવામાં સૌથી આગળ રહ્યા. તેઓ સંઘની વિચારધારાને આગળ વધારે છે અને પોતાના રાજકીય નિર્ણય લેવામાં વ્યવહારિક છે. બેઠકમાં પીએમએ શાહની પ્રશંસા કરતા કહ્યું કે તેમને વિશ્વાસ છે કે 2026 સુધીમાં ઉગ્રવાદનો અંત આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે