Home> Gujarat
Advertisement
Prev
Next

અજબ પ્રેમ કી ગજબ કહાની! વડોદરાના યુવકને યુવતી સાથે ભાગવું ભારે પડ્યું! 4 લાખનો દંડ અને 10 વર્ષની સજા

પોલીસ ફરિયાદ થઈ હોવાનું જાણવા મળતાં બંને પરત ફર્યા ત્યારે પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ થઈ ચૂક્યો હતો. જેના આજે ચુકાદો આવ્યો છે. જેમાં સાવલીના દેવાંગ પરમાર નામના યુવકને 4 લાખનો દંડ અને 10 વર્ષ જેલની સજા ફટકારવામાં આવી છે.

અજબ પ્રેમ કી ગજબ કહાની! વડોદરાના યુવકને યુવતી સાથે ભાગવું ભારે પડ્યું! 4 લાખનો દંડ અને 10 વર્ષની સજા

ઝી બ્યુરો/વડોદરા: વડોદરામાં એક અજબ પ્રેમ કી ગજબ કહાનીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જાન્યુઆરી 2018માં નોંધાયેલી ફરિયાદનો વર્ષ 2023માં કરુણ ચુકાદો આવ્યો છે. વડોદરાના સાવલીના એક યુવકને લગ્ન માટે યુવતીની ઉંમર 11 મહિના ઓછી હોવાની મોટી સજા મળી છે. આ યુવકને 17 વર્ષીય એક યુવતી સાથે લગ્ન કરવા હતા પરંતુ જોગાનુંજોગ ઘરે ખબર પડી જતાં પરિવારે ફરિયાદ નોંધાવતા પોકસો એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો. જેનો આજે ચુકાદો આવ્યો છે. લગ્ન માટે ઉંમર નાની પડતાં યુવકને હવે 10 વર્ષ જેલમાં રહેવું પડશે. 

fallbacks

ખળભળાટ! ગુજરાતમાં 5 વર્ષની અંદર 40 હજારથી વધુ મહિલાઓ ગુમ,NCRBના આંકડામાં મોટો ખુલાસો

બનાવ વખતે યુવક 19 વર્ષનો હતો અને યુવતી 17 વર્ષ એક મહિનાની હતી. બન્ને જણાં લગ્ન કરવા ઘરેથી ભાગીને 17 દિવસ અલગ અલગ સ્થળે રહ્યા હતા. ત્યારબાદ પોલીસ ફરિયાદ થઈ હોવાનું જાણવા મળતાં બંને પરત ફર્યા ત્યારે પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ થઈ ચૂક્યો હતો. જેના આજે ચુકાદો આવ્યો છે. જેમાં સાવલીના દેવાંગ પરમાર નામના યુવકને 4 લાખનો દંડ અને 10 વર્ષ જેલની સજા ફટકારવામાં આવી છે.

મંત્રી કુંવરજી હળપતિ 156 દીકરા-દીકરીના બાપ બન્યા! પાટિલે કહ્યું; દીકરી ભણે છે ત્યારે

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, સાવલી તાલુકામાં રહેતી 17 વર્ષીય સગીરા પોતાના ઘરેથી બહાનું બતાવીને પોતાના પ્રેમી સાથે નીકળી પડી હતી. ત્યારબાદ પરત ફરી ન હતી. જેની શોધખોળ આદરતાં સાવલીના દેવાંગ ઠાકોરભાઈ પરમાર તેની બાઈક પર બેસાડીને લઈને જતો હોવાનું નજરે જોનારાઓએ હકીકત વર્ણવી હતી. આ બાબતે સગીરાની માતાએ 2018માં ભાદરવા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. આ બનાવમાં પોલીસે દેવાંગ પરમાર વિરુદ્ધ પોકસો સહિતની વિવિધ કલમો પ્રમાણે ગુનો નોંધી ધરપકડ કરી હતી.

મહિસાગરનો યુવક જિંદગીની પરીક્ષામાં હાર્યો! તલાટીની પરીક્ષા આપી નીકળેલા યુવકનું મોત

સગીરાને માતાના વાલીપણામાંથી લગ્નની લાલચ આપી પ્રેમ સંબંધ બાંધી ભગાડી જઈને વિવિધ જગ્યાએ લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું. જે પ્રકરણમાં પોકસો હેઠળ અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધાયેલ હતો. આ કેસમાં સાવલી કોર્ટે આરોપી દેવાંગ પરમારને 10 વર્ષની સખત કેદની સજા સંભળાવી હતી અને પીડિતાને ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને રૂપિયા ચાર લાખનું વળતર ચૂકવવા ભલામણ કરવામાં આવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More