Home> Gujarat
Advertisement
Prev
Next

ગાય- ગોબર પ્રત્યેના પ્રેમનું અનોખું ઉદાહરણ; કન્યાએ પોતાના હાથે સજાવ્યો ગોબરથી લગ્નનો માંડવો

ભાગ્યે જ ક્યારે કયારે બનતું હોય છે કે જે દિકરી લાડી બનવાની હોય એ પોતાના લગ્ન માટે ગોબરથી પોતાની "માં" અને બહેનપણીઓ સાથે ગોબરમાં હાથ રગદોડીને લગ્નનો માંડવો શણગારતી હોય.

ગાય- ગોબર પ્રત્યેના પ્રેમનું અનોખું ઉદાહરણ; કન્યાએ પોતાના હાથે સજાવ્યો ગોબરથી લગ્નનો માંડવો

રાજેન્દ્ર ઠક્કર/કચ્છ: આપણાં સમાજની કહેવતો કયારેક કયારેક સાચી ઠરતી હોય છે, આપણે નાનપણથી એ કહેવત સાંભળતા આવ્યાં છીએ કે "દિકરીને ગાય દોરે ત્યાં જાય" દિકરીનો ગાય પ્રત્યેના પ્રેમનો અનોખો કિસ્સો ભુજ તાલુકાના સુખપર ગામે જોવા મળ્યો. 

fallbacks

fallbacks

ભાગ્યે જ ક્યારે કયારે બનતું હોય છે કે જે દિકરી લાડી બનવાની હોય એ પોતાના લગ્ન માટે ગોબરથી પોતાની "માં" અને બહેનપણીઓ સાથે ગોબરમાં હાથ રગદોડીને લગ્નનો માંડવો શણગારતી હોય. સુખપરના ખેડુત રવજીભાઈ મેપાણી પરીવાર લાડકી દીકરી કુ. નિશાએ જ્યારે પોતાના લગ્નની કંકોત્રી ગોબરથી બનાવી ત્યારે સમજાય કે એ શોખનો વિષય હોઈ શકે. પરંતુ આ તો ગૌમાતા સાથેના અનેરા પ્રેમનો ઉલ્લેખ કરવો એટલે જરુરી બને છે.

fallbacks

સામાન્ય રીતે પ્રિ-વેડીંગનું શુટિંગ અને ફોટોગ્રાફી થતી હોય એવા સમયે લાડકડી લાડી "નિશા" માતા સવિતાબેન, નાનપણની સખીઓ અને પરિવારજનો સાથે ગાયના ગોબરથી પોતાના જ લગ્નનો ગોબરમય માંડવો તૈયાર કરતી નજરે પડે છે. રવિવારના રોજ ધાર્મિક પરંપરા મુજબ લીલાં તોરણે માંડવો રોપાયો અને આજરોજ આ ગાય માટે આદર ધરાવતી દિકરી "નિશા" પોતાના હાથે શણગારેલ લગ્ન મંડપેથી પવિત્ર ફેરા ફરીને દાંપત્યજીવનનો પ્રારંભ કર્યો.

fallbacks

ગત એપ્રિલમાં જ પૂર્ણ થયેલ ભુજના શ્રી નરનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવમાં ગાયના વિષયને લઈને આકર્ષણનું કેન્દ્ર બનેલ ગૌ મહિમા પ્રદર્શનમાં એક લાખ ફુટ કંતાનના ગોબરના લીપણ અને વિવિધ તોરણના શણગારમાં અતિ મહત્વની ભુમિકામાં રહેલ કુમારી નિશા અને તેમની બહેનપણીઓએ સાથે મળીને ભારતીય સંસ્કૃતિ સાથે ગૌ -પ્રેમને આજે પણ જીવંત રાખી બેઠા છે. આજરોજ મેપાણી પરીવારના લગ્નમાં સુખપર ગામે જોવા મળ્યું તેવું પુરક માહિતી આપતાં રામજી વેલાણીએ જણાવ્યું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More