Home> Gujarat
Advertisement
Prev
Next

ઉત્તરાખંડમાં ગુજરાતના 12 લોકો ફસાયા; વાદળ ફાટવાની ઘટના બાદ તમામ સંપર્કવિહોણા! પરિવાર ચિંતિત

Uttarakhand flash flood: ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં આવેલી કુદરતી હોનારતે ફરી એકવાર રાજ્યને ધ્રૂજાવી દીધું છે. આ હોનારતમાં કેટલાં લોકોનો જીવ ગયો તેનો અંદાજો લગાવવો મુશ્કેલ છે. પરંતુ આ કુદરતી આપદા કેમ આવી તેનો અંદાજ વૈજ્ઞાનિક લગાવી  રહ્યા છે. કેમ કે  આ આફતે ધરાલી ગામને તહેસનહેસ કરી નાંખ્યું છે. રોડ-રસ્તા, હોટલ, મકાનો બધું જ તેમાં ધ્વસ્ત થઈ ગયું છે. ઉત્તરાખંડમાં વાદળ ફાટવાની ઘટનામાં અનેક યાત્રિકો ફસાવાના સમાચાર વચ્ચે ગુજરાતના 12 જેટલા લોકો ફસાયા હોવાની માહિતી મળી છે.

ઉત્તરાખંડમાં ગુજરાતના 12 લોકો ફસાયા; વાદળ ફાટવાની ઘટના બાદ તમામ સંપર્કવિહોણા! પરિવાર ચિંતિત

ઉત્તરાખંડમાં વાદળ ફાટવાથી ઘટનાથી અનેક યાત્રીકો ફસાયા છે, ત્યારે ઉત્તરાખંડમાં ગુજરાત હારીજના 12 જેટલા યાત્રિકો ફસાયા હોવાની માહિતી મળતા પરિવારજનો ચિંતિત બન્યા છે. પ્રાથમિક માહિતી અનુસાર રાવળ સમાજના એક જ પરિવારના 12 વ્યક્તિઓ મહેસાણાથી ચારધામ યાત્રાએ 1 ઓગસ્ટે નીકળ્યા હતા. ઉત્તરાખંડમાં વાદળ ફાટવાની ઘટના બાદ તમામ યાત્રિકો સંપર્ક વિહોણા થયા છે. 12 સભ્યોનો સંપર્ક ના થતા પરિવાર ચિંતિત બન્યો છે.

fallbacks

"તું ક્યા છે...મને લઇ જા...નહીંતર મારા ઘરના મને મારી નાખશે.." અને હકીકતમાં થયું પણ..

પાટણ જિલ્લામાંથી ચારધામની યાત્રાએ ગયેલા 24 જેટલા યાત્રિકો ઉતરાખંડમાં ફસાતા સંપર્ક વિહોણા બન્યા છે જેથી પરિવારજનો ચિંતિત બન્યા છે. હારીજ ખાતે રહેતા પરિવારના સભ્ય સાથે ટૂરના  ડ્રાઇવરની વાત થતા તેઓ ગંગોત્રી સુરક્ષિત હોવાનું જણાય છે પરંતુ પરિવારના કોઈ પણ સભ્યનો ત્યાંથી ટેલિફોનિક સંપર્ક ન થતા પરિવાર હજુ ચિંતિત બન્યો છે.

હારીજથી 1 ઑગસ્ટે ચારધામની યાત્રા કરવા માટે રાવળ સમાજના સગા સબંધીઓનું 12 સભ્યનું ગ્રૂપ ટ્રેનમાં રવાના થયું હતું. ઉતરાખંડમાં મંગળવારે વાદળ ફાટવાની ઘટના બાદ મોડી રાતથી એક પણ સભ્ય સાથે ફોનમાં સંપર્ક થઈ રહ્યો ન હોઈ તમામ લોકોના ફોન સ્વિચ્ડ ઓફ આવી રહ્યા હોઈ તમામ સભ્યો સંપર્ક વિહોણા બનતાં હારીજનો રાવળ પરિવાર તેમની ભાળ મેળવવા માટે તંત્રમાં જાણ કરી છે. સાથે જ પરિવારના તમામ સભ્યો ચિંતિત બન્યા છે. 

અમેરિકા જતાં પ્રવાસીઓની મુશ્કેલીમાં વધારો, હજારો ભારતીયોને થશે મોટી અસર

ચારધામની યાત્રાએ ગયેલા રમેશભાઈ રાવળ ના દીકરા પ્રવીણભાઈ રાવળે જણાવ્યું હતું કે ગત મોડી રાત્રે ટુર લઈ જનાર ડ્રાઇવર સાથે ટેલિફોનિક વાત થઈ હતી તેને જણાવ્યું હતું કે ગાડી નીચે ઉભી છે અને યાત્રીકો ગંગોત્રીમાં સુરક્ષિત જગ્યાએ છે પાટણ ઉપરાંત ગંગોત્રીમાં 400થી વધુ લોકો સુરક્ષિત જગ્યાએ રખાયા હોવાનું ડ્રાઇવરે જણાવ્યું છે જેથી પરિવારજનોએ થોડો હાથકારો અનુભવે છે પરંતુ હજી સુધી પરિવારના કોઈ પણ સભ્યનો ટેલીફોનિક સંપર્ક ન થતા હાલમાં પણ પરિવાર ચિંતિત બન્યો છે.

ગુજરાત હારીજના સંપર્કવિહોણા યાત્રિકો
રાવળ કનુભાઈ કેશાભાઈ, રાવળ નમર્દાબેન કનુભાઈ, રાવળ રમેશભાઈ જીવણભાઈ, રાવળ લીલાબેન રમેશભાઈ, ઠાકોર દીનેશજી ગોવાજી, ઠાકોર નાગજીજી રૂપાજી, રાવળ શુરેશભાઈ ભભાભાઈ, રાવળ ગીતાબેન શુરેશભાઈ, રાવળ કનુભાઈ સોમાભાઈ, રાવળ મંજુલાબેન કનુભાઈ, રાવળ કમલેશભાઈ ગાંડાભાઈ અને રાવળ ક્રિષ્નાબેન કમલેશભાઈનો સમાવેશ થાય છે.

જેનો ડર હતો એ જ થશે! અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામીની આગાહીથી ચિંતા વધી, વાંચીને છૂટી..

મહત્વનું છે કે ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં આવેલી કુદરતી હોનારતે ફરી એકવાર રાજ્યને ધ્રૂજાવી દીધું છે. આ હોનારતમાં કેટલાં લોકોનો જીવ ગયો તેનો અંદાજો લગાવવો મુશ્કેલ છે. પરંતુ આ કુદરતી આપદા કેમ આવી તેનો અંદાજ વૈજ્ઞાનિક લગાવી  રહ્યા છે. કેમ કે  આ આફતે ધરાલી ગામને તહેસનહેસ કરી નાંખ્યું છે. રોડ-રસ્તા, હોટલ, મકાનો બધું જ તેમાં ધ્વસ્ત થઈ ગયું છે. ઉત્તરાખંડ બાદ હિમાચલમાં કુદરતની તારાજી જોવા મળી છે. ધરાલીમાં 4 લોકોના મોતના સમાચાર છે, જ્યારે, સેનાના 11 જવાન ગુમ છે. 150થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. પરંતુ ઉત્તરાખંડમાં વાદળ ફાટવાની ઘટનામાં અનેક યાત્રિકો ફસાયા હોવાના સમાચાર છે.

ગુજરાતની માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે ગુડ ન્યૂઝ: ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય

ઉલ્લેખનીય છે કે, ઉત્તરકાશી જિલ્લાના ધરાલીમાં વાદળ ફાટવાની ઘટના બાદ ઉત્તરાખંડમાં કુદરતી આફતોની સ્થિતિ ગંભીર બનતી જઇ રહી છે. ધરાલી ગામ ક્ષણભરમાં તો કાટમાળના ઢગલામાં ફેરવાઈ ગયું હતું. કેટલાય લોકોના જીવ ગયો તો કેટલાય લોકો કાળમાળમાં દબાયા. કેટલાય લોકો પાણી સાથે વહી ગયા. અહીં રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. ઉત્તરાખંડના કેટલાક વિસ્તારોમાં હજુ પણ વરસાદ ચાલુ છે. વરસાદને કારણે બચાવ કાર્યમાં સમસ્યાઓ આવી રહી છે. 

"તું ક્યા છે...મને લઇ જા...નહીંતર મારા ઘરના મને મારી નાખશે.." અને હકીકતમાં થયું પણ..

દેહરાદૂનથી રેસ્ક્યુ ટીમ ધરાલી પહોંચી શકતી નથી. બે આઈએમ 17 અને બે ચિનુક હેલિકોપ્ટરને સરસાવા અને ચંડીગઢમાં તૈયાર રાખવામાં આવ્યા છે. ધરાલી ગામ સુધી પહોંચવું કોઈ યુદ્ધથી ઓછું નથી. ત્યાં સુધી પહોંચવાના રસ્તાઓ ઠેકઠેકાણે તબાહ થઈ ગયા છે. સેનાની 165 જવાનો અને 5 સર્ચ ડૉગ સાથે બે ટુકડીઓ ઘટનાસ્થળે હાજર છે. કાટમાળમાં દબાયેલા લોકોને શોધવા માટે ડૉગ સ્કવોડ પણ તૈનાત છે. ITBP, આર્મી, NDRF, SDRF, ઉત્તરાખંડ પોલીસની ટીમ પણ સતત લોકોને રેસ્ક્યુ કરવામાં લાગી છે. કાટમાળ હટાવવાનું કામ ચાલી રહ્યું છે. સર્ચ ઓપરેશન ચાલુ છે. અત્યાર સુધીમાં ધરાલીમાંથી 130 લોકોને બચાવી લેવામાં આવ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More