અમિત રાજપૂત, અમદાવાદ: કોરોના વાયરસ મહામારીને લઇને રાજ્ય સહિત સમગ્ર દેશમાં દર્દીઓની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. તો બીજી તરફ આ વાયરસથી સંક્રમિત થયેલા કેટલાક લોકો સાજા થયા છે. તો કેટલાક લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે. ત્યારે આ પરિસ્થિતિ વચ્ચે અમદાવાદની સિવિલ હોસ્પિટલે કોરોના વાયરસથી જીવ ગુમાવનાર લોકોની પરિવારની જવાબદારી નિભાવી છે. કોરોનાથી મૃત્યુ થયેલા 17 જેટલા દર્દીઓના સિવિલ હોસ્પિટલ દ્વારા અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો:- અમદાવાદમાં રૂપિયાની લેતીદેતીમાં યુવકનું અપહરણ કર્યું, અને પછી...
કોરોનાને લઇને સમગ્ર દેશમાં તબાહી મચી છે. એવા સમયમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલના કોરોના વોરિયર અને હોસ્પિટલ દ્વારા પરિવારની જવાબદારી નિભાવતા કોરોનાથી મૃત્યુ પામતા દર્દીઓના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા ધાર્મિક વિધી મુજબ કોરોનાથી મૃત્યુ થયેલા 17 જેટલા દર્દીઓના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. સિવિલ હોસ્પિટલ દ્વારા દર્દીઓના સગાઓની મંજૂરી લેવામાં આવી હતી.
આ પણ વાંચો:- એક વર્ષમાં ગુનેગારે 22 ગુનાને આપ્યો અંજામ, પોલીસે ઝડપી પાડતા થયો આ ખુલાસો
આ ઉપરાંત અન્ય કેટલાક કિસ્સાઓમાં દર્દીઓના સગાઓ ન આવી શકતા આ તમામ મૃતકોના વિધિ વિધાનપૂર્વક અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. ડો. એમ.એમ. પ્રભાકરના નેતૃત્વમાં સિવિલ હોસ્પિટલ દ્વારા માનવીય કામગીરી કરવામાં આવી છે. સેનેટરી ઇન્સ્પેક્ટર જયમીન બારોટે સગા પુત્રની જવાબદારી નિભાવી અંતિમ સંસ્કાર કર્યા હતા. તેમજ અમેરિકા એનઆરઆઇ અને સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુના પણ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે