નવી દિલ્હી: કુલભૂષણ જાદવ પર આંતરરાષ્ટ્રીય કોર્ટના આદેશ માનવામાં પાકિસ્તાનની આનાકાની કરી રહી છે. તેણે દાવો કર્યો છે કે કુલભૂષણ જાધવ રિવ્યૂ પિટિશનને તૈયાર કરી નથી. પાકિસ્તાને દાવો કર્યો છે કે કે ત્યાંની જેલમાં બંધ ભારતીય જેલમાં બંધ ભારતીય નાગરિક કુલભૂષણ જાધવે પોતાની સજાને ધ્યાનમાં રાખતા પુનવિચાર અરજી દાખલ કરવાની મનાઇ કરી દીધી છે. તેના બદલામાં તેમણે દયાની ભલામણ કરી છે.
પાકિસ્તાનના એડીશનલ એટોર્ની જનરલ અહમદ ઇરફાને કહ્યું કે ''કુલભૂષણ જાધવે સજાના સંબંધમાં પુનર્વિચાર અરજી દાખલ કરવા માટે કહેવામાં આવ્યું છે. તેમણે પોતાના કાનૂની અધિકારોનો ઉપયોગ કરવાની મનાઇ કરી દીધી છે.
20 મેના રોજ આંતરરાષ્ટ્રીય કોર્ટ (ICJ)ના આદેશોની પુષ્ટભૂમિમાં પાકિસ્તાની એક અધ્યાદેશ લાવ્યો હતો. તેના હેઠળ તેમના બે મહિનાની અંદર ઇસ્લામાબાદ હાઇકોર્ટમાં અપીલ કરી હતી. 17 જૂનના રોજ જાધવને પુનર્વિચાર અરજી દાખલ કરવાની તક મળી હતી.
પાકિસ્તાને પણ દાવો કર્યો હતો કે તેને ભારતીય હાઇ કમીશનને પણ વારંવાર ઇસ્લામાબાદ હાઇકોર્ટમાં આ સંબંધમાં રિવ્યૂ પિટિશન માટે કહ્યું હતું. આ સાથે જ પાકિસ્તાને પણ કહ્યું કે તે જાદવને બીજા કાઉંસલર એક્સેસ પણ આપવા માટે તૈયાર છે. ભારત સરકારે અત્યારે આ મુદ્દે કોઇ ટિપ્પણી કરી નથી.
આ પહેલાં સપ્ટેમ્બર 2019માં કુલભૂષણ જાદવે પહેલીવાર કાઉંસલર એક્સેસ આપવામાં આવ્યા હતા. ભારતના ડેપ્યુટી હાઇ કમિશ્નર ગૌરવ અહલૂવાલિયાએ તેમની સાથે લગભગ બે કલાક મુલાકાત કરી હતી. ત્યારબાદ વિદેશ મંત્રાલયે નિવેદન જાહેર કર્યું હતું કે જાધવ પર પાકિસ્તાનના ખોટા વાયદાઓને સ્વિકાર કરવાનું વધુ દબાણ છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે