Home> Gujarat
Advertisement
Prev
Next

'આ ભાઈ મને ગંદા ઈશારા કરે છે...', મેડિકલ સ્ટોર ચલાવીને ગુજરાન ચલાવતી મહિલાની ફરિયાદ

181 Abhayam team: 181 અભયમ ટીમે મહિલાની પજવણી કરનાર પુરુષ પાસે  લેખિતમાં માફી મગાવી. મેડિકલ સ્ટોર ચલાવીને ગુજરાન ચલાવતી મહિલાએ અજાણ્યા પુરુષની પજવણીથી કંટાળી 181 અભયમ મહિલા હેલ્પલાઈનની મદદ મેળવી. પોતાની 18 વર્ષની દીકરી સામે શરમમાં મુકાયેલા પુરુષે મહિલાને ફરીથી હેરાન ન કરવાની બાંહેધરી આપી. 

'આ ભાઈ મને ગંદા ઈશારા કરે છે...', મેડિકલ સ્ટોર ચલાવીને ગુજરાન ચલાવતી મહિલાની ફરિયાદ

અમદાવાદના એક વિસ્તારમાં પોતાનો મેડિકલ સ્ટોર ચલાવતાં મહિલાએ 181 ઉપર કોલ કર્યો હતો. મહિલાએ જણાવ્યું હતું કે તેમના પતિ નોકરી કરે છે અને પોતે મેડિકલ સ્ટોર ચલાવે છે. તેઓ સવારે 9:00 વાગ્યાથી રાતના 09:00 વાગ્યા સુધી મેડિકલ સ્ટોર પર હોય છે. તેમનો સ્ટોરની આસપાસ માણસોની અવરજવર ઓછી રહે છે. માણસોની ઓછી અવરજવરનો લાભ ઉઠાવી સ્ટોરની નજીકમાં રહેતા એક અજાણ્યા ભાઈ તેમને ઘણા સમયથી હેરાન કરે છે.

fallbacks

થ્રી વ્હીલર, ઇકો કાર અને ટ્રેક્ટર લેવા ગુજરાત સરકાર આપશે રૂપિયા, જાણો કઈ તારીખ સુધી

મહિલાની સમસ્યા વધતા મહિલાએ 181 અભયમ હેલ્પલાઇનનો સંપર્ક કર્યો હતો. ફોન આવતાં જ 181 વાન ઘટનાસ્થળે પહોંચી હતી. 181 અભયમ ટીમ દ્વારા ફોન કરનાર મહિલાનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. અભયમ ટીમ દ્વારા મેડિકલ સ્ટોરમાં રહેલા કેમેરા તપાસતા દેખાઈ આવ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયથી મહિલા આ બાબતને લઈને હેરાન થઈ રહ્યાં હતાં. સીસીટીવી કેમેરાની તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, મહિલાને હેરાન કરનાર પુરુષ તેમના મેડિકલ સ્ટોર સામેથી દરરોજ પસાર થાય છે અને તે મહિલા સ્ટોરમાં પોતાનું કામ કરી રહ્યા હોવા છતાં આ ભાઈ તેમને ગંદા ઈશારા કરે છે. સીસીટીવી ફૂટેજમાં આ ભાઈ દિવસમાં દસથી પંદર વખત બહેનના મેડિકલ સ્ટોર આગળ થઈને પસાર થતા દેખાઈ આવ્યા હતા. 

મહિલાએ આ ભાઈને મેડિકલ સ્ટોર આગળ કોઈ જ કામ ના હોવા છતાં પણ અવારનવાર ત્યાંથી પસાર થવાનું કારણ પૂછ્યું હતું અને  અણછાજતા ઇશારા ન કરવા જણાવ્યું હતું. 

PM મોદીની આ પહેલથી ગુજરાતની 40 મહિલાઓએ કરી 35 લાખની કમાણી, જાણો શું છે આ યોજના?

મહિલાની પજવણી કરનાર પુરુષ મહિલાની ફરિયાદ છતાં તેની પરવા કર્યા વિના વારંવાર અભદ્ર હરકતો કરતા હતા. છેવટે મહિલાએ આ ભાઈથી કંટાળીને છેલ્લા અમુક સમયથી પોતાનો મેડિકલ સ્ટોર વારંવાર બંધ રાખતાં હતાં. પરંતુ, ગુજરાન ચલાવવા માટે સ્ટોર ચાલુ રાખવો જરૂરી હતો. કેમ કે, આ મેડિકલ સ્ટોર દ્વારા તેમનું ગુજરાન ચાલતું હતું. મહિલાએ છેવટે 181ની મદદ લીધી હતી. 

181 અભયમ ટીમ દ્વારા મેડિકલ સ્ટોરની આજુબાજુના રહેવાસી વિસ્તારમાં મહિલાની પજવણી કરનાર ભાઈના ફોટો દ્વારા પૂછપરછ કરી હતી. પૂછપરછ દરમિયાન મેડિકલ સ્ટોર પાસે રહેલી એક સોસાયટીના વોચમેને આ ભાઈ ત્યાં રહેતા હોવાની ખાતરી કરી હતી.

નવસારીમાં મેઘાની ધમાકેદાર બેટિંગ; આ વિસ્તારોમાં અઢી ઇંચ વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત

અભયમ ટીમ દ્વારા મહિલાની પજવણી કરનાર ભાઈના ઘરે જઈને તેમને સમજાવવામાં આવ્યા હતા. ભાઈના ઘરે તેમની 18 વર્ષની દીકરી હતી, જે મેડિકલ સ્ટોરની નિયમિત ગ્રાહક હતી. દીકરીને તેના પિતાની હરકતો જાણીને ખૂબ દુઃખ થયું હતું. દીકરીએ તેના પિતાને આવી હરકતો ન કરવા સમજાવ્યા હતા. ત્યારબાદ, આ ભાઈએ મહિલાની માફી માગી હતી. વધુમાં, આ ભાઈએ કામ વગર ક્યારેય પણ આ મેડિકલ સ્ટોરમાં ન જવાની ખાતરી આપી હતી. મહિલાને હેરાન ન કરવાની બાંહેધરી બાદ 181 દ્વારા તેમની પાસે માફીનામું પણ લખાવવામાં આવ્યું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More