Home> Gujarat
Advertisement
Prev
Next

રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત, નવા 22 કેસ, 2 વ્યક્તિના મૃત્યુ, કુલ સંક્રમિતોની સંખ્યા 538

ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. રાજ્યભરમાં નવા 22 કેસ નોંધાયા છે, જેમાં અમદાવાદમાં 13 કેસ સામે આવ્યા છે.

 રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત, નવા 22 કેસ, 2 વ્યક્તિના મૃત્યુ, કુલ સંક્રમિતોની સંખ્યા 538

હિતલ પારેખ/ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. રાજ્યભરમાં નવા 22 કેસ નોંધાયા છે, જેમાં અમદાવાદમાં 13 કેસ સામે આવ્યા છે. આ સાથે રાજ્યમાં કોરોના પીડિતોની સંખ્યા અત્યાર સુધી 538 પર પહોંચી ગઈ છે. તો બે લોકોના કોરોનાને લીધે મોત પણ થયા છે. આ સાથે આ મહામારીને કારણે અત્યાર સુધી 26 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. તો કુલ 47 લોકો હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા છે. અમદાવાદમાં 76 વર્ષના પુરૂષે પોતાનો જીવ ગુમાવ્યો છે. તો વડોદરામાં એક 28 વર્ષીય યુવાનનું પણ નિધન થયું છે. તેને ડેન્ગ્યૂ પણ હતો. 

fallbacks

ગુજરાત હજુ બીજા સ્ટેજમાં
અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે, ગુજરાત હજુ કોરોના વાયરસના ત્રીજા સ્ટેજમાં પહોંચ્યું નથી. આપણા ઘણા જિલ્લા સ્ટેજ ટુમાં છે તો હજુ ઘણા જિલ્લા સ્ટેજ વનમાં જ છે. જેથી વધુ ચિંતા કરવાની જરૂર નથી. રાજ્યમાં સ્થિતિ ખુબ નિયંત્રણમાં છે. 

રાજ્યમાં આજના નવા કેસની સ્થિતિ

fallbacks
fallbacksfallbacksfallbacks

હવે તમામ કોલેજોમાં થશે કોરોનાનું ટેસ્ટિંગ
પત્રકાર પરિષદ સંબોધતા આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે, હવે રાજ્યની તમામ મેડિકલ કોલેજોમાં કોરોના વાયરસનું ટેસ્ટિંગ કરવામાં આવશે. આ માટે કેન્દ્ર સરકારની મંજૂરી પણ મળી ગઈ છે. જેથી હવે ગુજરાતમાં વધુમાં વધુ લોકોના ટેસ્ટ કરી શકશે.

સ્વાસ્થ્ય મંત્રાલયે આપી માહિતી
આરોગ્ય વિભાગના અગ્ર સવિચ જયંતિ રવિએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, રાજ્યમાં કોરોના વાયરસના નવા 22 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કુલ કોરોના પીડિતોની સંખ્યા 538 પર પહોંચી ગઈ છે. તો બે લોકોના મૃત્યુ થયા છે. આ સાથે કુલ મૃત્યુઆંક 26 પર પહોંચી ગયો છે. અમદાવાદ અને વડોદરામાં આ મોત થયા છે. તેમણે કહ્યું કે, 13257 ટેસ્ટ ગુજરાતમાં કરવામાં આવ્યા છે. 

રાજ્યમાં અત્યાર સુધી નોંધાયેલા કોરોના વાયરસના કેસની સ્થિતિ

fallbacks
fallbacks

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More