Home> Gujarat
Advertisement
Prev
Next

સુરતમાં કોરોના વાયરસના વધુ 2 કેસ આવ્યા સામે, અત્યાર સુધી 31 લોકો સંક્રમિત


શહેરમાં સતત વધી રહેલા કેસોને કારણે લોકલ ટ્રાન્સમિશન રોકવા માટે મહાનગર પાલિકા દ્વારા આજથી શહેરમાં માસ્ક પહેરવું ફરજીયાત કરવામાં આવ્યું છે.

સુરતમાં કોરોના વાયરસના વધુ 2 કેસ આવ્યા સામે, અત્યાર સુધી 31 લોકો સંક્રમિત

ચેતન પટેલ/સુરતઃ સુરત જિલ્લામાં વધુ બે કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આ સાથે કુલ પીડિતોની સંખ્યા 31 પર પહોંચી ગઈ છે. તો સુરત જિલ્લામાં અત્યાર સુધી આ મહામારીમાં ચાર વ્યક્તિઓના મૃત્યુ પણ થયા છે. રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 520ને પાર પહોંચી ગઈ છે. છેલ્લા કેટલાક દિવસથી રાજ્યોમાં કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. 

fallbacks

સુરતમાં 31 પર પહોંચી કોરોના પીડિતોની સંખ્યા
સુરતમાં આ બંન્ને કેસ સેન્ટ્રલ ઝોનમાં નોંધાયા છે. આ સાથે અત્યાર સુધી સુરત જિલ્લામાં 31 કેસ સામે આવ્યા છે તો આ મહામારીમાં ચાર લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અત્યાર સુધી કુલ 1428 માસ સેમ્પલિંગ કરાયું છે તે પૈકી 6 પોઝિટિવ આવ્યાં છે અને 1296 નેગેટિવ આવ્યાં છે અને 126 માસ સેમ્પલીંગ પેન્ડીંગ છે. અત્યારે જે એઆરઆઈના કેસો માસ સેમ્પલિંગ અને જે ક્લસ્ટર માંથી મ‌ળે છે તે અને જે આઈસોલેટેડ છે તેના સગા મળે તેઓને પણ ક્વોરન્ટીનમાં ઉમેરવામાં આવ્યાં છે. 

માસ્ક ફરજીયાત
શહેરમાં સતત વધી રહેલા કેસોને કારણે લોકલ ટ્રાન્સમિશન રોકવા માટે મહાનગર પાલિકા દ્વારા આજથી શહેરમાં માસ્ક પહેરવું ફરજીયાત કરવામાં આવ્યું છે. હવે જે કોઈ વ્યક્તિ શાકભાજી, દૂધ કે કરિયાણાની ખરીદી કરવા માટે બહાર જશે તેણે માસ્ક ફરજીયાત પહેરવું પડશે. જો તે માસ્ક નહીં પહેરે તો દંડ ફટકારવામાં આવશે. આ સાથે જેલની સજાની પણ જોગવાઈ કરવામાં આવી છે. 

બનાસકાંઠા જિલ્લામાં કોરોનાની એન્ટ્રી, બે કેસ નોંધાયા, 5 વર્ષનું બાળક પણ બન્યું શિકાર

ગુજરાતમાં સંક્રમિતોની સંખ્યા 500ને પાર
રાજ્યમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી કોરોના પીડિતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. હાલ ગુજરાતમાં 517 કોરોના પોઝિટિવ કેસ છે. તો રાજ્યમાં અત્યાર સુધી 24 લોકોના મૃત્યુ પણ થયા છે. અમદાવાદમાં કુલ  282 કેસ છે. ગાંધીનગરમાં 15, સુરતમાં 28, રાજકોટમાં 18 અને ભાવનગરમાં 23 કેસ નોંધાયા છે. તો રાજ્યમાં અત્યાર સુધી 44 દર્દીઓ સાજા પણ થયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More