અમદાવાદ :સલ સલામતના બણગા ફૂંકતી ગુજરાત સરકાર મહિલા સુરક્ષાઓ પ્રત્યે સંવેદનશીલ લાગતી નથી. તેથી જ હવે મહિલા સુરક્ષાના સવાલો ઉઠ્યા છે. દેશમાં હાલ જ્યાં હૈદરાબાદ અને ઉન્નાવ રેપ કેસ ચર્ચામાં છે, ત્યાં ગુજરાતમાં વડોદરા અને રાજકોટની સગીરાઓના બળાત્કારના મુદ્દાઓ ચર્ચામાં છે. ત્યાં આજે શનિવારની સવારે ગુજરાતના ત્રણ મોટા શહેરોમાથી દુષ્કર્મના કિસ્સાઓ સામે આવ્યા છે. અમદાવાદ, વડોદરા અને રાજકોટમાં દુષ્કર્મની ઘટનાઓ બની છે. જ્યાં વડોદરામાં તો ગત અઠવાડિયાના દુષ્કર્મના આરોપીઓ હજી પકડાયા નથી, ત્યાં બીજી ઘટના સામે આવી છે.
તાંત્રિકે બે બહેનો સાથે કર્યું કુકર્મ
અમદાવાદમાં તાંત્રિક વિધિ અને મેલી વિદ્યાના નામે એક ઠગ શખ્સે બે બહેનો સાથે દુષ્કર્મ આચર્યું છે. આ તાંત્રિક 2008થી દુષ્કર્મ આચરતો હતો. ચંડાળ ચોકડી અને મેલી વિદ્યાના બહાને બને બહેનો પાસેથી તેણે 24 લાખ રૂપિયા પણ પડાવી લીધા હતા. અલગ અલગ ગેસ્ટ હાઉસમાં વિધિના બહાને લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. જેથી વાડજ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.
કચ્છ : ભારત-પાકિસ્તાન બોર્ડરને અડીને આવેલો અંતિમ છેડો વિઘાકોટનો રસપ્રદ ભૂતકાળ ખૂલ્યો
વડોદરામાં ફરી દુષ્કર્મ
વડોદરામાં સગીરાના દુષ્કર્મની શાહી સૂકાઈ નથી, ત્યાં વાઘોડિયાના ગુગલીયાપુરા ગામે દુષ્કર્મની ઘટના સામે આવી છે. આ ઘટનામાં સગીરાનું અપહરણ કરી યુવકે તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું. ત્યારે વડોદરા પોલીસે આ ઘટનામાં UP થી આરોપીની ધરપકડ કરી છે. તો સાથે જ આરોપીનું હાથ મેડિકલ ચેકઅપ પણ હાથ ધરાયું છે. પોલીસે અપહરણ દુષ્કર્મ અને પોક્સો હેઠળ ગુનો નોંધ્યો છે.
રાજકોટમાં લાલચ આપીને કર્યું દુષ્કર્મ
રાજકોટમાં દુષ્કર્મની વધુ એક ઘટના સામે આવી છે. 25 વર્ષીય યુવતી સાથે મિત્રતા કેળવી ખોટું નામ ધારણ કરી તેને ચોટીલામાં લઈ જઈને એક શખ્સ દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. મહિલાને PSI બનાવવાની લાલચ આપી તેની પાસેથી 2 લાખ રૂપિયા પડાવવામાં આવ્યાહ તા. ત્યારે મહિલાએ આ મામલે પોલીસનો દરવાજો ખખટાવ્યો છે. પોલીસ ફરિયાદ બાદ ચોટીલાના એઝાઝ નૂરમહમદ ગઢવાળા નામના શખ્સની પોલીસે અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે. આ શખ્સ બિભત્સ ફોટા પાડી વાયરલ કરવાની ધમકી આપી મહિલા સાથે વારંવાર દુષ્કર્મ આચરતો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે