Home> World
Advertisement
Prev
Next

Pensacola base shooting: અમેરિકી સૈન્ય અડ્ડા પર ગોળીબારી, ત્રણ લોકોના મોત, સાઉદી કિંગે કર્યો ફોન

shooting at us military base : સમાચાર એજન્સી સિન્હુઆ અનુસાર શુક્રવારે સવારે નેવલ એર સ્ટેશન પેંસાકોલા, ફ્લોરિડામાં એક હુમલાખોરે ગોળીબારી કરતાં ત્રણ લોકોના મોત નીપજ્યા હતા. 

Pensacola base shooting: અમેરિકી સૈન્ય અડ્ડા પર ગોળીબારી, ત્રણ લોકોના મોત, સાઉદી કિંગે કર્યો ફોન

વોશિંગ્ટન : સાઉદી અરબના  એક બંદૂકધારી શખ્સે અમેરિકી સૈન્ય અડ્ડા પર હુમલો કરી ત્રણ લોકોનો જીવ લીધો. બંદૂકધારી સાઉદી નાગરિક હોવાનું સમર્થન આપ્યા બાદ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે ફોન કર્યો અને ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યું. ટ્રમ્પે ટ્વિટ કરી કહ્યું કે, સાઉદી અરબના કિંગ સલમાને પોતાની સંવેદના વ્યક્ત કરવા અને સહાનુભૂતિ પ્રકટ કરવા માટે ફોન કર્યો હતો. ટ્રમ્પે કહ્યું કે સાઉદીએ કહ્યું કે, કોઇ પણ રીતે આ હુમલો સાઉદી લોકોની ભાવનાઓનું પ્રતિનિધિત્વ નથી કરતો. 

fallbacks

સમાચાર એજન્સી સિન્હુઆના અનુસારા, શુક્રવાર સવારે નેવલ એર સ્ટેશન પેંસાકોલા, ફ્લોરિડામાં એક હુમલાખોરે ગોળીબારી કરતાં ત્રણ લોકોના મોત નીપજ્યાં. શેરિફ ડિપ્ટીએ બાદમાં હુમલાખોરને ઠાર કર્યો. અમેરિકી મીડિયા આઉટલેટ્સના અનુસાર હુમલાખોરની ઓળખ બેઝમાં સૈન્ય તાલિમ લેનાર સાઉદી નાગરિકના રૂપમાં થઇ છે. ઘટનાના ગણતરીના કલાકો બાદ સાઉદી કિંગે ટ્રમ્પને ફોન કરી સંવેદના પ્રકટ કરી અને કહ્યું કે, આ દુખદ ઘટના છે અને સાઉદી આ ઘટનાને વખોડે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

ઉલ્લેખનિય છે કે, ફ્લોરિડામાં અમેરિકા નૌસેના મથકે શુક્રવારે સવારે ગોળીબારીમાં ત્રણ લોકોના મોત નીપજ્યા અને સાત લોકો ઘાયલ થયા છે. હુમલાખોર સાઉદી અરબનો નાગરિક હોવાનું સામે આવ્યું છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More