Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતના દરિયેથી પકડાયું 1800 કરોડનું ડ્રગ્સ, પોરબંદરથી 190 કિમી દૂર દરિયામાં મોટું ઓપરેશન

Gujarat Drugs Caught : ગુજરાતના દરિયા કિનારેથી 1800 કરોડનું ડ્રગ્સ ઝડપાયું... ભારતીય કોસ્ટગાર્ડ અને ATS એ મળીને 300 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું

ગુજરાતના દરિયેથી પકડાયું 1800 કરોડનું ડ્રગ્સ, પોરબંદરથી 190 કિમી દૂર દરિયામાં મોટું ઓપરેશન

Drugs Seized From Gujarat : ગુજરાતના દરિયેથી ફરી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે. ગુજરાત કોસ્ટગાર્ડ અને ATSની મોટી કાર્યવાહી કરીને 1800 કરોડની કિમતનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. ગુજરાત કોસ્ટગાર્ડ અને ATSએ 300 કિલો ડ્રગ્સ ઝડપી પાડ્યું. પોરબંદરથી 190 કિલોમીટર દૂર દરિયામાંથી આ ડ્રગ્સ મળ્યું છે. 

fallbacks

ભારતીય કોસ્ટગાર્ડ અને ગુજરાત ATSએ ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપ્યો છે. આ 300 કિલો ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત લગભગ 1800 કરોડ છે. ATSની બાતમી હતી, IMBL નજીક મોડી રાત્રે એક શંકાસ્પદ બોટ જોવા મળી. બોટમાં સવાર લોકોને કંઈક ખબર પડતાં જ તમામ ડ્રગ્સ પાણીમાં ફેંકીને સરહદ પાર કરીને ભાગી ગયા. ડ્રગ્સના માફિયા ભારતીય સરહદમાં થોડું ઘૂસીને પાછા ભાગી ગયા. જોકે, ઇન્ટરસેપ્ટર બોટે પાણીમાં ફેંકેલા ડ્રગ્સને ઝડપી લીધા છે.

 

 

પોરબંદરથી 190 કિલોમીટર દૂર દરિયામાં આ ઓપરેશન હાથ ધરાયું હતું. ગુજરાત એટીએસ અને ભારતીય કોસ્ટગાર્ડનું સંયુક્ત ઓપરેશન હાથ ધરાયું હતું. જેમાં 300 કિલો નાર્કોટિક્સનો જથ્થો ઝડપાયો છે. ઝડપાયેલા નાર્કોટિક્સની અંદાજીત બજાર કિંમત 1800 કરોડ રૂપિયા છે. ઓપરેશન દરમિયાન Imbl નજીકથી નાર્કોટિક્સનો જથ્થો જપ્ત કરાયો છે. ભારતીય એજન્સી દ્વારા બોટનો પીછો કરતા માફિયાઓ ડ્રગ્સનો જથ્થો દરીયામાં ફેંકી નાશી છુટી હતી. દરીયામા શોધખોળ બાદ મોટા પ્રમાણમાં માદક પદાર્થનો જથ્થો જપ્ત કરાયો છે. 

 

 

એટીએસને મળેલા ઇનપુટના આધારે 12 અને 13 એપ્રિલની રાત્રે ઓપરેશન હાથ ધરાયું હતું. ઝડપાયેલ જથ્થાને વધુ તપાસ માટે પોરબંદર ખાતે લાવવમાં આવ્યો છે. 

 

ગુજરાતના રાજકારણનું નવું પિક્ચર, ભાજપ-કોંગ્રેસ સરદારમાં વ્યસ્ત, આપની અલગ કહાની

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More