Home> Gujarat
Advertisement
Prev
Next

વડોદરામાં નવા 44 કેસ નોંધાયા, આઇસોલેશન વોર્ડમાં એક શંકાસ્પદ દર્દીએ કરી આત્મહત્યા


વડોદરા જિલ્લામાં કોરોના વાયરસથી સાજા થયેલા 101 દર્દીઓને આજે રજા આપવામાં આવી છે. 

વડોદરામાં નવા 44 કેસ નોંધાયા, આઇસોલેશન વોર્ડમાં એક શંકાસ્પદ દર્દીએ કરી આત્મહત્યા

રવિ અગ્રવાલ/વડોદરાઃ વડોદરામાં કોરોના વાયરસના કેસનો રાફડો ફાટ્યો છે. આજે નવા 44 કેસ નોંધાવાની સાથે સંક્રમિતોની સંખ્યા 2000ને પાર પહોંચી ગઈ છે. તો એસએસજીના આઇસોલેશન વોર્ડમાં કોરોનાના એક શંકાસ્પદ દર્દીએ આત્મહત્યા કરી લીધાની ઘટના પણ સામે આવી છે. વડોદરામાં આજે 253 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાં 44નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 

fallbacks

આજે 101 દર્દીઓને કરાયા ડિસ્ચાર્જ
વડોદરામાં નવા 44 કેસ નોંધાયા છે. શહેરના કારેલીબાગ, અકોટા, ફતેહપુરા, માંડવી, હરણીરોડ, વડસર, ગોરવા, સલટવાળા, નગરવાળા, પાદરા, વાઘોડિયા, બાજવા, ઉડેરા વિસ્તારમાં કોરોનાના નવા કેસ નોંધાયા છે. કોરોના વાયરસથી સંક્રમિત 101 દર્દી સાજા થયા બાદ આજે ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. આ અત્યાર સુધી કુલ 1456 સંક્રમિતો ડિસ્ચાર્જ થઈ ચુક્યા છે. તો વડોદરા જિલ્લામાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 2042 પર પહોંચી ગઈ છે. 

કોરોના વાયરસઃ  આરોગ્ય વિભાગના સંયુક્ત સચિવની આગેવાનીમાં કેન્દ્રની ટીમ આવતીકાલે ગુજરાતની મુલાકાતે  

આઈસોલેશન વોર્ડમાં શંકાસ્પદ દર્દીનો આપઘાત
શહેરના એસએસજી આઈસોલેશન વોર્ડમાં કોરોનાના એક શંકાસ્પદ દર્દીએ આત્મહત્યા કરી લીધી છે. તેણે બીમારીથી કંટાળી આ પગલું ભર્યુ હોવાનું સામે આવ્યું છે. કરજણના 35 વર્ષીય એક વ્યક્તિમાં કોરોનાના લક્ષણો હતા. છેલ્લા ત્રણ દિવસથી શ્વાસ લેવામાં મુશ્કેલી પડતા ગઈકાલે તેને આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેના સેમ્પલ પણ કોરોના ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા હતા. પરંતુ રિપોર્ટ આવે તે પહેલા કંટાળેલા દર્દીએ આપઘાત કરી લીધો છે. 

જુઓ LIVE TV

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More