નવી દિલ્હીઃ બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે થોડા દિવસ પહેલા ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. આ સમાચારથી ફેન્સ ખુબ દુખી થયા હતા. હજુ આ વાતને વધુ દિવસ થયા નથી ત્યાં આપઘાતનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. 16 વર્ષની સોશિયલ મીડિયા સ્ટાર સિયા કક્કડે આપઘાત કરી લીધો છે. સિયા સોશિયલ મીડિયા પર જાણીતી સેલિબ્રિટી હતી. આ ખબરથી તેના પ્રશંસકો પણ ચોંકી ગયા છે. પરંતુ હજુ આપઘાતનું કારણ સામે આવ્યું નથી.
જાણકારી પ્રમાણે ગત રાત્રે એક ગીતને લઈને સિયાની વાત પોતાના મેનેજર અર્જુન સરીન સાથે થઈ હતી. સિયાના આપઘાતના સમાચાર સાંભળીને અર્જુન પણ ચોંકી ગયો છે. અર્જુને જણાવ્યુ કે, સિયા ઠીક હતી અને કોઈ રીતે પરેશાન નહતી. તેમને સમજાવુ નથી કે સિયાએ આ પગલું શું કામ ભર્યું છે. મહત્વનું છે કે સિયા ટિકટોકનો એક જાણીતો ચહેરો હતી.
સિયાએ હાલમાં ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પોતાના ડાન્સનો વીડિયો પોસ્ટ કર્યો, જેમાં તે પંજાબી ગીત પર ડાન્સ કરતી જોવા મળી રહી છે. હકીકતમાં સિયાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર જે વીડિયો શે કર્યો તેણે થોડાદિવસ પહેલા ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી. આ તેની છેલ્લી પોસ્ટ હતી. મહત્વનું છે કે સિયાના ઇન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સની સંખ્યા વધારે છે.
શોકમાં ફેનસ
સિયાના આપઘાતના સમાચાર મળ્યા બાદ તેના પ્રશંસકો વચ્ચે હડકંપ મચી ગયો છે. દરેકના મનમાં માત્ર એક સવાલ ચાલી રહ્યો છે કે સિયાએ આખરે આત્મહત્યા કેમ કરી છે. બધા ઇન્સ્ટાગ્રામ પર તેના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી રહ્યાં છે અને આ 16 વર્ષીય રાઇઝિંગ સ્ટારના ચાલ્યા જવાથી દુખી પણ છે.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે