Home> Gujarat
Advertisement
Prev
Next

“અહીં છુપાઈ જા” કહીને 20 વર્ષના યુવકે બાળકી સાથે અંધારાનો લાભ લઈ કર્યું ન કરવાનું કામ!

Surat News: અડાજણ વિસ્તારમાં રવિવારે સાંજે જીવન વિકાસ ટ્રસ્ટ પાસે આવેલા ગાર્ડનમાં અન્ય બાળકો સાથે રમતી સાત વર્ષની બાળકી સાથે ૨૦ વર્ષના યુવકે છુપાઈ જા તેમ કહીને બાળકીના પાછળના ભાગે સ્પર્શ કર્યો હતો. બાળકી પાસે 'ગુડ ટચ - બેડ ટચ' અંગેની માહિતી હોવાથી તેણે તેની માતાને આ ઘટના વિશે જણાવ્યું હતું. માતાએ તાત્કાલિક અન્ય લોકો સાથે ગાર્ડનમાં જઈ યુવકને પકડી મેથીપાક આપી અડાજણ પોલીસને સોપ્યો હતો. 

“અહીં છુપાઈ જા” કહીને 20 વર્ષના યુવકે બાળકી સાથે અંધારાનો લાભ લઈ કર્યું ન કરવાનું કામ!

Surat News: અડાજણના સ્વામિનારાયણ મંદિર નજીક જીવન વિકાસ ટ્રસ્ટના બગીચામાં સમાજનો એક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં બાળકો ઉપસ્થિત હતા અને તેઓમાંના કેટલાક જીવન વિકાસ ટ્રસ્ટના ગાર્ડનમાં રમવા ગયા હતા.ત્યારે સાંજે સાત થી સાડાસાત દરમિયાન શ્રમજીવી કોલોનીમાં રહેતો જીગ્નેશ જેઠીભાઈ રાઠોડ ગાર્ડનમાં પહોંચી ગયો અને ત્યાં રમતી 7 વર્ષની ઝાડ પાછળ લઈ જવાની કોશિશ કરી અને શારીરિક અડપલા કર્યા. 

fallbacks

'PHD કરવી હોય તો નીચે સૂવું પડે છે', સૌરાષ્ટ્ર યુનિ.માં યુવતીનું શોકિંગ નિવેદન

ભયભીત થયેલી બાળકી તરત જ ઘટના સ્થળેથી ભાગીને પોતાની માતા સુધી પહોંચી ગઈ અને સમગ્ર હકીકત જણાવી હતી.બાળકીની માતાએ સમાજના અન્ય સભ્યો સાથે મળીને તુરંત ગાર્ડનમાં જઈને જીગ્નેશ રાઠોડને ઓળખી પાડી અને પકડી લીધો. ત્યારબાદ આક્રોશિત લોકોએ તેને મારમાર્યો અને પોલીસને જાણ કરી હતી.

આ છે દેશના સૌથી નાની ઉંમરના IAS અધિકારી! 22 વર્ષની ઉંમરે પાસ કર્યું UPSC, કોચિંગ....

ઘટના સ્થળે ઝડપે પહોંચેલી અડાજણ પોલીસએ જીગ્નેશ રાઠોડને કસ્ટડીમાં લઈ લીધો હતો. બાળકીની છેડછાડ કરી હતી. બાળકો સંતાકુકડી રમતા હતા ત્યારે તેણે બાળકી પાસે જઈને તેને અડપલા કર્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More