જાવેદ સૈયદ/અમદાવાદ: શહેરમાં હત્યાનો સિલસિલો યથાવત છે ગત ચાર પાંચ દિવસ અગાઉ જમાલપુરમાં એક યુવકની હત્યા કરવામાં હતી. જ્યારે આજે ફરી ભર બપોરે આંબાવાડી વિસ્તારમાં આવેલા એક કોમ્પલેક્ષમાં કામ કરતી 20 વર્ષની યુવતીની હત્યા થતા ચકચાર મચી જવા પામી હતી.
આંબાવાડીના અમૂલ્ય કોપ્લેક્ષના ત્રીજા માળે આવેલી એડવોકેટ અને ફાઈનાન્સની ઓફિસમાં નડિયાદની યુવતી ઇશાની પરમારની ગળુ કાપી હત્યા કરવામાં આવી છે. મૃતક ઇશાની પરમાર એડવોકેટ અને ફાઈનાન્સની ઓફિસમાં છેલ્લા 6 મહિનાથી ડેટા એન્ટ્રીનું કામ કરતી હતી. તેણી નડિયાદથી અમદાવાદ અપડાઉન કરતી હતી. આ ઘટનાને પગલે એલિસબ્રિજ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પ્રેમ પ્રકરણમાં હત્યા કરવામાં આવી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
ઇશાની પરમારની 310 નંબરની ઓફિસમાં બપોરના સમયે હત્યા કરવામાં આવી હતી. હત્યા કર્યા બાદ હત્યારો ભાગી રહ્યો હતો ત્યારે ત્યાં લગાવવામાં આવેલ CCTV કેમેરામાં કેદ થઈ ગયો હતો. ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. સીસીટીવીમાં એક શંકાસ્પદ યુવક પણ જોવા મળ્યો છે. મહત્વની બાબત છે કે, ભીડ ભાળ વાળા વિસ્તારમાં હત્યા થતા લોકોમાં હાલ ભયનો માહોલ છવાઈ ગયો છે. અને લોકોની સુરક્ષા સામે પણ સવાલો ઉભા થયા છે.
જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે