Home> India
Advertisement
Prev
Next

ભારત 2025 સુધીમાં વિશ્વના ટોપ-10 'ડ્યુટી ફ્રી' માર્કેટમાં સામેલ થઈ જશે

આ રિપોર્ટ અનુસાર ભારતમાં ડ્યુટી ફ્રી માર્કેટનો ખુબ જ ઝડપથી વિકાસ થઈ રહ્યો છે. ખાસ કરીને પરફ્યુમ્સ, કોસ્મેટિક્સ, ફેશન અને કપડાંના ક્ષેત્રમાં ભારતમાં ડ્યુટી ફ્રી બજાર ખૂબ જ ઝડપથી વિકસી રહ્યું છે. મૂડી ડેવિટના રિપોર્ટ અનુસાર ઉપરનાં ક્ષેત્રો ઉપરાંત વિદેશી નાગિરકો ભારતીય એરપોર્ટ પરથી વિદાય લેતા સમયે વિવિધ ભારતીય વસ્તુઓ પણ ખરીદતા હોય છે. 
 
ભારત 2025 સુધીમાં વિશ્વના ટોપ-10 'ડ્યુટી ફ્રી' માર્કેટમાં સામેલ થઈ જશે

નવી દિલ્હીઃ ભારત 2025 સુધીમાં વિશ્વનાં ટોચના 10 'ડ્યુટી ફ્રી' માર્કેટની યાદીમાં સામેલ થઈ શકે છે. તાજેતરમાં જ આવેલા 'મૂડી ડેવીટ રિપોર્ટ'(Moodie Davitt Report) અનુસાર, વર્ષ 2018 સુધી વૈશ્વિક ટ્રાવેલ રિટેલ અને ડ્યુટી ફ્રી માર્કેટ અંદાજે 79 બિલિયન ડોલરનું હતું. ભારતમાં આ બજારમાં જે રીતે વધારો થઈ રહ્યો છે તે જોતાં 2025 સુધીમાં ડ્યુટી ફ્રી બજાર ધરાવતા ટોપ-10 રાષ્ટ્રોમાં ભારત પણ સામેલ થઈ જશે. 

fallbacks

આ રિપોર્ટ અનુસાર ભારતમાં ડ્યુટી ફ્રી માર્કેટનો ખુબ જ ઝડપથી વિકાસ થઈ રહ્યો છે. ખાસ કરીને પરફ્યુમ્સ, કોસ્મેટિક્સ, ફેશન અને કપડાંના ક્ષેત્રમાં ભારતમાં ડ્યુટી ફ્રી બજાર ખૂબ જ ઝડપથી વિકસી રહ્યું છે. મૂડી ડેવિટના રિપોર્ટ અનુસાર ઉપરનાં ક્ષેત્રો ઉપરાંત વિદેશી નાગિરકો ભારતીય એરપોર્ટ પરથી વિદાય લેતા સમયે વિવિધ ભારતીય વસ્તુઓ પણ ખરીદતા હોય છે. 

PM Modi : ભારત ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં 1.3 ટ્રિલિયન ડોલરનું રોકાણ કરશે

કઈ-કઈ બ્રાન્ડ ડ્યુટી ફ્રી શોપમાં હોય છે 

  • પરફ્યુમ અને કોસ્મેટિક બ્રાન્ડ્સઃ Chanel, Dior, Armani, Gucci, EsteeLauder, MAC
  • ફેશન અને એપેરલ બ્રાન્ડ્સઃ Hugo Boss, Michael Kors, Coach, Bally, Armani Exchange, Victoria Secret
  • કાંડા ઘડિયાળઃ Omega, Breitling, Rado, Tag Heuer 
  • પેનઃ Mont Blanc

fallbacks

આ લક્ઝરી બ્રાન્ડ્સ ઉપરાંત ડ્યુટી ફ્રી માર્કેટમાં લક્ઝરી બ્રાન્ડ્સમાં લીકર(દારૂ) પણ પ્રિમિયમ ગ્રાહકોમાં સૌથી વધુ વેચાતી વસ્તુ છે. મૂડી ડેવિટ રિપોર્ટમાં ડ્યુટી ફ્રી પ્રોડક્ટ્સ ખરીદતા સમયે નાણાંની બચત કેવી રીતે કરવી તેના અંગે પણ ગ્રાહકોને સલાહ આપવામાં આવી છે. રિપોર્ટમાં સુચન કરાયું છે કે, લોકોએ મુસાફરી દરમિયાન વિવિધ એરપોર્ટ પર ડ્યુટી ફ્રી વસ્તુઓની કિંમતની સરખામણી કરતા રહેવી જોઈએ અને તેના અનુસાર જે એરપોર્ટ પર સસ્તી કિંમતમાં વસ્તુ મળતી હોય ત્યાંથી ખરીદવી જોઈએ. 

મુકેશ અંબાણી સતત આઠમાં વર્ષે સૌથી ધનવાન ભારતીય, કુલ સંપત્તિ 3,80,700 કરોડ રૂપિયા

આ ઉપરાંત ડ્યુટી ફ્રી વેબસાઈટ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ, વિવિધ એપ્લીકેશન્સ પર પણ ડ્યુટી ફ્રી માર્કેટમાં ચાલતી ઓફર અંગે માહિતી આપવામાં આવેલી હોય છે. આ વેબસાઈટ પર વેલ્યુ એડેડ સર્વિસ એટલે કે તમે વેબસાઈટ પર પહેલાથી ઓર્ડર આપી દો અને જે-તે એરપોર્ટ પરથી વસ્તુની ડિલિવરી મેળવી શકો છો. 

જુઓ LIVE TV....

ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....
 
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More