Surat News:સુરત શહેરના અઠવામાં 26 વર્ષીય પૂજારીએ 37 વર્ષીય મહિલા સાથે મંદિરમાં જ દુષ્કર્મ આચર્યું છે.રામજી મંદિરમાં મહિલા સાથે દુષ્કર્મ આચરનાર પૂજારીની પોલીસે ધરપકડ કરી છે.નાનપુરા રામજી મંદિર 37 વર્ષીય મહિલા સફાઈ કામ કરતી હતી. મંદિરના 26 વર્ષીય પૂજારી વિવેક પ્રતિહસ્તએ મહિલાને પ્રેમ જાળમાં ફસાવી હતી. આરોપી પૂજારીએ મહિલા સાથે મંદિરમાં જ દુષ્કર્મ આચર્યું હતું. આરોપી પૂજારી મહિલાને લગ્નની લાલચ આપી અલગ અલગ જગ્યાએ ફરવા લઈ જઈ દુષ્કર્મ આચરતો હતો.પૂજારીએ લગ્નની ના પાડી દેતા મહિલા અઠવા પોલીસ મથકે પહોંચી હતી.પોલીસે મહિલાની ફરિયાદ લઈ આરોપી પૂજારીની ધરપકડ કરી છે.
ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી,આ તારીખે કડાકા-ભડાકા સાથે વરસાદ બોલાવશે ધબધબાટી!
સુરત શહેરના અઠવા વિસ્તારના નાનપુરા ખાતે રામજીનું મંદિર આવેલું છે આ રામજીના મંદિરમાં મૂળ વિહારના વતની 26 વર્ષીય પૂજારી વિવેક પ્રતિહસ્ત છેલ્લા ત્રણ વર્ષથી પૂજારી તરીકે સેવા આપી રહ્યો હતો. ત્યારે આ જ મંદિરની અંદર નાનપુરામાં જ રહેતી પરિણીત 37 વર્ષીય મહિલા મંદિરમાં છેલ્લા કેટલાક સમયથી સાફ-સફાઈ નું કામ કરતી હતી. ત્યારે સાફ-સફાઈનું કામ કરતી મહિલા પર પૂજારીની દાનત બગડી હતી. પહેલા તો પૂજારીએ મહિલા સાથે વાતચીત કરવાનું શરૂ કર્યું હતું અને ત્યારબાદ બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાઈ ગયો હતો. પ્રેમ સંબંધ બંધાયા બાદ પુજારીએ પરિણીત મહિલાને લગ્નની લાલચ આપી તેની સાથે દુષ્કર્મ હતું.
'કોંગ્રેસ વિધાયક છું પરંતુ RSS સાથે પણ જોડાયેલો છું', દિગ્ગજ નેતાનો વીડિયો વાયરલ
મંદિરના પૂજારીએ એટલી હદે હદ વટાવી કે તેણે મંદિરની અંદર જ પરિણીત મહિલા સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું, પરિણીત મહિલા જ્યારે મંદિરમાં સાફ-સફાઈ કરવા માટે આવતી હતી તે દરમિયાન જ આરોપી પૂજારી મહિલાને મંદિરના પહેલા માળ લઈ જઈ તેણી સાથે દુષ્કર્મ આચરતો હતો. એટલું જ નહીં પૂજારી મહિલાને શહેરના વિવિધ વિસ્તારોમાં ફરવા પણ લઈ જતો હતો અને તે દરમિયાન મહિલા સાથે શારીરિક સંબંધ બાંધતો હતો. પરંતુ શારીરિક સંબંધ બાંધ્યા બાદ મહિલાએ પૂજારીને લગ્ન કરવા જણાવ્યું હતું. ત્યારે પૂજારીએ લગ્ન કરવાનો ઇનકાર કરી દેતા મહિલાએ સમગ્ર મામલે અઠવા પોલીસનો સંપર્ક સાધ્યો હતો.
આ રાશિ માટે આજનો દિવસ ચમકાવી શકે છે નસીબ, નોકરી સંબિધિત સમસ્યાનું થશે સમાધાન
અઠવા પોલીસે આરોપી પૂજારી વિવેક પ્રતિહસ્ત ધરપકડ કરી છે. પોલીસે આરોપી વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો નોંધી તેની ઉપર કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મહત્વની વાત એ છે કે મહિલાની ઉંમર ૩૭ વર્ષની છે અને મહિલા ને ત્રણ સંતાન છે તે તેના ત્રણ સંતાન અને પતિ સાથે છેલ્લા કેટલાક વર્ષથી નાનપુરામાં રહેતી આવી રહી છે. અને મંદિરમાં જ સફાઈ નું કામ કરી આવતી હતી. પરંતુ 26 વર્ષના પૂજારીના પ્રેમમાં મહિલા ફસાઈ જતા પૂજારીએ તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે