ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદના રામોલમાં લવ સેક્સ અને ધોખાનો કિસ્સો રામોલ પોલીસ સ્ટેશનના ચોપડે નોંધાયો છે. પ્રેમી યુવકે પહેલા યુવતીને લગ્નની લાલચ આપી પ્રેમમાં ફસાવી, ત્યારબાદ બીજી યુવતી સાથે સગાઈ કરી લેતા પ્રેમિકાએ બળાત્કારની ફરિયાદ નોંધાવતા રામોલ પોલીસે યુવક આરોપીની ધરપકડ કરી છે.
ભયાનક આગાહી! અડધા ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, આ વિસ્તારોમા ગાજવીજ સાથે વરસાદ પડશે
અમદાવાદના રામોલ પોલીસની ગિરફ્ત માં ઉભેલા આ શખ્સનું નામ વિજય પ્રજાપતિ છે, જેના પર આરોપ છે એક યુવતીને લગ્નની લાલચ આપી પ્રેમ જાળમાં ફસાવીને બળાત્કાર ગુજારી લગ્ન નહીં કરવાનો.. જો સમગ્ર બનાવની વાત કરવામાં આવે તો આરોપી વિજય પ્રજાપતિને ગવર્મેન્ટ બનવાનો પ્લાન્ટ છે, ત્યારે વર્ષ 2019માં ફરિયાદી યુવતી તેની બહેનપણી સાથે ફેક્ટરી પર સિલાયકામ કરવા માટે અવારનવાર આવતી હતી, ત્યારે બંને વચે પરિચય થયો.
ત્યારબાદ બંને વચે પ્રેમ થયો. એ દરમિયાન આરોપી વિજય પ્રજાપતિ અને ફરિયાદી યુવતી વચ્ચે અનેક વખત હોટેલમાં શરીર સંબંધ બાંધ્યા હતા. ત્યારબાદ વિજય પ્રજાપતિએ યુવતી સાથે લગ્ન કરવાનું પણ કહ્યું હતું. આ દરમિયાન વર્ષ 2022માં ફરિયાદી યુવતી અને તેનો પરિવાર તેના વતન મહારાષ્ટ્ર ખાતે રહેવા જતા રહ્યા હતા અને યુવતીએ એન્જિનરિગનો અભ્યાસ કર્યો હતો.
દૈનિક રાશિફળ 2 એપ્રિલ: કર્ક રાશિએ આજે રૂપિયાની બાબતમાં કોઈના પર આંધળો વિશ્વાસ ન કરવો
ફરિયાદી યુવતી મહારાષ્ટ્ર ગયા બાદ બંને વચ્ચે ફરીવાર વાત થઈ હતી અને આરોપી વિજય પ્રજાપતિ એ ગઈ તારીખ 27મી ના રોજ ફરિયાદી યુવતી ને અમદાવાદ આવવા માટે કહ્યું અને ફલાઇટ ની ટિકિટ મોકલી આપી હતી ત્યાર બાદ યુવતી અમદાવાદ એરપોર્ટ પર આવતા આરોપી વિજય પ્રજાપતિ યુવતી ને એરપોર્ટ લેવા માટે ગયો હતો અને રામોલ ખાતેની એક હોટલમાં બંને 29મી તારીખ સુધી સાથે રોકાયા હતા આ દરમિયાન બંને વચ્ચે અનેક વાર શારીરિક સંબંધ બાંધ્યા હતા.
29મીના રોજ આરોપી વિજય પ્રજાપતિએ યુવતીને મહારાષ્ટ્રની ફલાઇટ ટિકિટ કરી આપી પરત મોકલી હતી અને આ ત્રણ દિવસ અમદાવાદ યુવતી ગઈ હોવાની જાણ પિતાને થઈ જતા પિતાને સમગ્ર મામલાની જાણ થતાં યુવતીએ આરોપી વિજય પ્રજાપતિને લગ્ન કરવાનું કહેતા વિજય પ્રજાપતિએ લગ્નનો ઇનકાર કરી દેતા યુવતીએ વિજય પ્રજાપતિ સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. રામોલ પોલીસે પ્રેમ સબંધ માં બળાત્કાર કરનાર પ્રેમી આરોપી વિજય પ્રજાપતીની ધરપકડ કરીને પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.
2025માં આ દેશમાં આવવાનું છે મહાપ્રલય! સરકારે આપી ચેતવણી, 3 લાખ લોકોના થઈ શકે છે મોત
રામોલ પોલીસે પ્રાથમિક તપાસ શરૂ કરી છે ત્યારે સૂત્રોનું જણાવવું છે કે આરોપી વિજય પ્રજાપતિ એ પોતાના સમાજમાં સગાઈ કરવાનું નક્કી કર્યું હતું. આ વાતની જાણ ફરિયાદી યુવતીને થતા સમગ્ર મામલે ફરિયાદ નોંધાવવામાં આવી છે ત્યારે રામોલ પોલીસની તપાસમાં શું સામે આવે છે એ જોવું રહ્યું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે