Home> Gujarat
Advertisement
Prev
Next

અથાણું ખરીદવાને બહાને હનીટ્રેપ! વેપારીને હોટલમાં બોલાવ્યો, સહમતિથી બન્ને જણાએ શરીરસુખ માણ્યું અને પછી...

ભાવનગરમાંથી હનીટ્રેપ અને ખંડણીનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. વેપારીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, એક મહિલાએ દુકાનથી ખરીદી કર્યા બાદ સંપર્ક સાધ્યો અને બાદમાં હોટલમાં મળી શારીરિક સંબંધ બાંધ્યો હતો. 

અથાણું ખરીદવાને બહાને હનીટ્રેપ! વેપારીને હોટલમાં બોલાવ્યો, સહમતિથી બન્ને જણાએ શરીરસુખ માણ્યું અને પછી...

ભાવનગર: શહેરમાં અથાણાંના વેપારી સાથે પરિચય કેળવી એક મહિલા સહિત ત્રણ લોકોએ શહેરના એક વેપારીને હનીટ્રેપમાં ફસાવ્યો, વેપારીને હોટલમાં બોલાવી મરજીથી શારીરિક સંબંધ બાંધી મહિલાએ 10 હજાર પડાવ્યા, બળાત્કારનો કેસ નહીં કરવા મહિલા સહિત ત્રણ લોકોએ વેપારી પાસે 10 લાખની માંગ કરી, જે અંગે વેપારીએ મહિલા સહિત ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાવતા નિલમબાગ પોલીસે ગુન્હો નોંધી ગણતરીની કલાકોમાં મુખ્ય આરોપી પતિ પત્નીને ઝડપી લઈ અન્ય આરોપીને શોધવા કવાયત હાથ ધરી છે. 

fallbacks

ભાવનગરની એક મહિલાએ તેના પતિ અને અન્ય એક શખ્સ સાથે મળી એક વેપારીને હનીટ્રેપમાં ફસાવ્યો હોવાની ઘટના સામે આવી છે. વેપારી પાસે ખરીદી કરવા જતી મહિલાએ વેપારીનો મોબાઈલ નંબર મેળવી તેની સાથે વાતચીત શરૂ કરી હતી, જે બાદ વેપારીને હોટલમાં બોલાવી મહિલાએ તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ વેપારીને તે મારી સાથે બળાત્કાર કર્યો છે તેવી ધમકી આપતા વેપારી હેબતાઈ ગયો હતો. મહિલાએ વેપારીને ધમકાવી તેની પાસે રહેલા રૂપિયા 10 હજાર પણ પડાવી લીધા હતા. ત્યાર બાદ ઉતારી જવાના બહાને મહિલા તેને કાલિયાબીડ સુધી લઇ આવી હતી, જ્યાં અગાઉથી રચેલા ષડયંત્ર મુજબ ગોઠવાયેલા મહિલાના પતિ અને અન્ય એક વ્યક્તિએ તેને રસ્તામાં આંતરી બળાત્કારના કેસમાં ફસાવી દેવા ધમકી આપી હતી. તેમજ પતાવટ માટે 10 લાખ આપવાની માંગ કરતા અને 5 લાખ આપવાનું નક્કી કર્યું હતું. જે બાદ વેપારીએ સમગ્ર મામલે નિલમબાગ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરતા પોલીસે તપાસ હાથ ધરી હતી. 

દૈનિક રાશિફળ 2 એપ્રિલ: કર્ક રાશિએ આજે રૂપિયાની બાબતમાં કોઈના પર આંધળો વિશ્વાસ ન કરવો

થોડા દિવસ પહેલા ભાવનગર શહેરમાં અથાણાંના વ્યવસાય સાથે જોડાયેલા એક વેપારીની દુકાને અંકિતા પટેલ નામની મહિલા અથાણું ખરીદવા આવી હતી. જેમાં વધારે અથાણું જોઈતું હોય તો હું ફોન કરીને અથાણું લેવા આવી શકું એવું જણાવી મહિલાએ વેપારીનો મોબાઈલ નંબર મેળવ્યો હતો, જે બાદ મહિલાએ વધુ પરિચય કેળવવા વેપારીને વારંવાર ફોન કરી વાતચીત શરૂ કરી હતી. જે બાદ ગત તા.28 માર્ચના રોજ સવારે 10.30 કલાકે અંકિતા પટેલે વેપારીને ફોન કરી હોટલમાં મળવાનું કહેતા વેપારીએ પોતે દુકાન છોડીને નિકળી શકે તેમ નથી એમ જણાવતા મહિલાએ ફરી ફરીને ફોન કરી વેપારીને મળવા મનાવી લીધો હતો, જેના પગલે વેપારી બપોરે 2.45 વાગે મહિલાને મળવા હોટલમાં ગયો હતો. 

ગુજરાતના હીરા ઉદ્યોગ પર મંદીના વાદળ! કારીગરોની કેડ ભાંગી, કામ ઘટી જતાં આવક અડધી થઈ

જ્યાં રૂમ બુક કરાવી વાતચીત બાદ બન્નેએ એકબીજાની સહમતિથી શરીર સંબંધ બાંધ્યા હતા. પરંતુ શરીર સંબંધ બંધાઈ ગયા બાદ મહિલાએ પોતાનો અસલી રંગ દેખાડતા વેપારી પાસે રૂપિયાની માંગણી કરી હતી અને રૂપિયા નહી આપે તો તેના પર બળાત્કારની ફરિયાદ નોંધવશે એવી ધમકી આપતા વેપારીએ મહિલાને પોતાની પાસે રહેલા રોકડા રૂ.10 હજાર આપી દીધાં હતા. જે બાદમાં મહિલાએ તેને પાણીની ટાંકી નજીક ઉતારી જવાનું જણાવતા વેપારીએ તેને બાઈક પર બેસાડી કાળુભા રોડ તરફથી બાઈક હંકારી દીધી હતી. 

20 કલાકમાં શનિ-બુધ આવશે નજીક, 3 રાશિવાળાને કરાવશે ધનના ઢગલે ઢગલા, પ્રમોશન મળશે

જોકે અગાઉથી જ રચાયેલ ષડ્યંત્ર મુજબ રસ્તામાં ઉભેલા ભાર્ગવ પટેલ અને શક્તિસિંહ નામના શખ્સોએ સત્યનારાયણ રોડ પર તેની બાઈક આંતરી ઉભા રાખવ્યા હતા, જેમાં ભાર્ગવ પટેલે પોતે અંકિતા પટેલનો પતિ હોવાનો પરિચય આપી મારી પત્નીને તું ક્યાં લઈ ગયો હતો, તેમ કહી બળાત્કારનો કેસ કરવાનું કહી વેપારીને ધમકાવ્યો હતો, જ્યારે શક્તિસિંહ નામના અન્ય શખ્સે વેપારીને લાફો ઝીંકી દઈ 'મેટર પતાવવી હોય તો 10 લાખ આપવા પડશે એમ કહ્યું હતું, રૂપિયા નહીં આપે તો એની વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ કરીશું', તેવી ધમકી આપી હતી. ત્યારે રકઝકના અંતે રૂ.5 લાખ આપવાનું નક્કી થયું હતું અને રૂપિયા આપવા વેપારીએ સમય માંગતા, તાત્કાલિક રૂપિયા આપવા પડશે તેમ કહી વેપારીને તેની દુકાન પર લઈ ગયા હતા. 

ડીસા આગ દુર્ઘટનામાં 21 લોકોના મોત બાદ જાગ્યું તંત્ર, તપાસ માટે કરી SITની રચના

જે દરમિયાન વેપારી આ લોકોની નજર ચુકવી ભાગી જઈ પરિવારના સભ્યો સાથે વાત કરી પોતાની સાથે બનેલી ઘટના વર્ણવી હતી. જોકે પરિવારના લોકોએ વેપારીને સાંત્વના આપતા વેપારીએ અંકિતા પટેલ, તેના પતિ ભાર્ગવ પટેલ અને શક્તિસિંહ નામના શખ્સ વિરૂદ્ધ નિલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી ગણતરીની કલાકોમાં જ અંકિતા તેના પતિ ભાર્ગવ પટેલને ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે શક્તિસિંહ નામનો અન્ય ઈસમ ફરાર હોય તેને ઝડપી લેધા સહીતની આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ સરકારી બેન્કે વ્યાજદરમાં કર્યો વધારો, હવે લોન લેવી થશે મોંઘી; 3 એપ્રિલથી થશે લાગુ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More