Home> Gujarat
Advertisement
Prev
Next

કોરોના વાયરસઃ આરોગ્ય વિભાગના સંયુક્ત સચિવની આગેવાનીમાં કેન્દ્રની ટીમ આવતીકાલે ગુજરાતની મુલાકાતે


કેન્દ્રની ટીમ અમદાવાદની સિવિલ હોસ્પિટલ તથા સોલા સિવિલ હોસ્પિટલની પણ મુલાકાત લઈ શકે છે. આ સાથે અમદાવાદ જિલ્લા કલેક્ટર અને એએમસીના અધિકારીઓ સાથે બેઠક યોજશે. 

 કોરોના વાયરસઃ  આરોગ્ય વિભાગના સંયુક્ત સચિવની આગેવાનીમાં કેન્દ્રની ટીમ આવતીકાલે ગુજરાતની મુલાકાતે

હિતલ પારેખ/ગાંધીનગરઃ રાજ્યમાં સતત વધી રહેલા કોરોના વાયરસના કેસ ચિંતાનો વિષય બની ગયો છે. ગુજરાતમાં અત્યાર સુધી 29 હજાર કરતા વધુ કેસ સામે આવી ચુક્યા છે. તો રાજ્યનું સૌથી મોટા શહેરમાં કોરોનાએ કબજો જમાવી લીધો છે. અહીં અત્યાર સુધી 20 હજારને નજીક કેસ સામે આવી ચુક્યા છે. તો રાજ્યમાં કોરોનાના વધતા કેસને જોતા આવતીકાલે કેન્દ્રની ટીમ ગુજરાતની મુલાકાતે આવવાની છે. આ ટીમ કેન્દ્રીય હેલ્થ મિનિસ્ટ્રીના જોઈન્ટ સેક્રેટરી લવ અગ્રવાલના નેતૃત્વમાં અહીં આવશે. 

fallbacks

કેન્દ્રીય આરોગ્ય વિભાગના જોઈન્ટ સેક્રેટરીની સાથે એક નિષ્ણાંત ડોક્ટર પણ આવવાના છે. આ ટીમ આવતીકાલે સવારે 6.30 કલાકે અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે. ત્યારબાદ અમદાવાદના કન્ટેઈનમેન્ટ વિસ્તારની મુલાકાતે જશે. અમદાવાદમાં વધી રહેલા કોરોના વાયરસના કેસ અને સરકારની તૈયારી, હોસ્પિટલની સુવિધા સહિત અનેક મુદ્દાની તપાસ ટીમ દ્વારા કરવામાં આવશે. આ સાથે ડોક્ટરોને જરૂરી માર્ગદર્શન પણ પૂરુ પાડવામાં આવશે. 

મુખ્યમંત્રીના નિવાસ્થાને યોજાશે બેઠક
કેન્દ્રની ટીમ અમદાવાદની સિવિલ હોસ્પિટલ તથા સોલા સિવિલ હોસ્પિટલની પણ મુલાકાત લઈ શકે છે. આ સાથે અમદાવાદ જિલ્લા કલેક્ટર અને એએમસીના અધિકારીઓ સાથે બેઠક યોજશે. આ બેઠકમાં શહેરમાં કોરોનાની પ્રવર્તમાન સ્થિતિ પર ચર્ચા કરવામાં આવશે. ત્યારબાદ કેન્દ્રની ટીમ સાંજે ચાર કલાકે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે બેઠક યોજશે. 

જુઓ LIVE TV

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More