Home> Gujarat
Advertisement
Prev
Next

વલસાડમાં દંપત્તીને બંધક બનાવીને 50 તોલા સોનું અને લાખોનાં ડોલરની લૂંટ

જિલ્લો જાણે ચોરી અને લૂંટનું એપિસેન્ટર બની ગયું છે. પોલીસને ખુલ્લી ચેલેન્જ હોઈ એવી ઘટનાઓ બની રહી છે. વલસાડના બોદલાઈ ગામે એક ફાર્મ હાઉસમાં 10 થી 12 જેટલા ધાડપાડુંઓ દ્વારા વૃદ્ધ દંપત્તિ અને વોચમેનને બંદી બનાવી  50 તોલા સોનુ અને પાંચ લાખના ડોલરની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. જિલ્લા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી.

વલસાડમાં દંપત્તીને બંધક બનાવીને 50 તોલા સોનું અને લાખોનાં ડોલરની લૂંટ

વલસાડ: જિલ્લો જાણે ચોરી અને લૂંટનું એપિસેન્ટર બની ગયું છે. પોલીસને ખુલ્લી ચેલેન્જ હોઈ એવી ઘટનાઓ બની રહી છે. વલસાડના બોદલાઈ ગામે એક ફાર્મ હાઉસમાં 10 થી 12 જેટલા ધાડપાડુંઓ દ્વારા વૃદ્ધ દંપત્તિ અને વોચમેનને બંદી બનાવી  50 તોલા સોનુ અને પાંચ લાખના ડોલરની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. જિલ્લા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી.

fallbacks

આ છે મહાસત્તાના મહાપ્રમુખે મોટેરામાં કરેલા સંબોધનના મહત્વના 10 મુદ્દા...

વલસાડના બોદલાઈ ગામે કણબી પરિવારને બંધક બનાવી 10 થી 15 જેટલા લૂંટારુંઓએ લૂંટ ચલાવતા જિલ્લાભરની પોલીસ દોડતી થઈ ગઈ છે. એક વર્ષ અગાઉ અમેરિકાથી વલસાડ સ્થાયી થયેલ 75 વર્ષીય રમણભાઈ ગોવિંદભાઇ પટેલ, તથા રૂક્ષ્મણીબેન રમણ ભાઈ પટેલ તેમના ઘરે આરામ કરતા હતા. દરમિયાન બહાર સુતેલ 70 વર્ષીય મજૂર ગુલાબભાઈ રણછોડભાઈ પટેલને બંધક બનાવી લૂંટારુઓએ ઘરના માલિક અને ઘરની ચાવી બાબતે પૂછી બંધક બનાવ્યા હતા. સમગ્ર ઘટનામાં રૂક્ષ્મણી બહેન પટેલ દ્વારા ઘરનો દરવાજો ખોલતા તમામ લૂંટારુઓ ઘરમાં ઘુસીને લૂંટ ચલાવી હતી. 

ટ્રમ્પના ભાષણમાં બોલીવુડનો ઉલ્લેખ, યાદ આવી અમિતાભની શોલે, શાહરૂખની DDLJ

ઘરના તમામ સમાનને વેરવિખેર કરી સોના અને રોકડ રકમ સહીત તમામ વસ્તુઓની લૂંટ કરી લાકડા અને અન્ય હથિયાર સાથે આવેલા 10 થી 15 ઈસમોએ વૃધ્ધોને ધમકાવી માત્ર બે કલાકમાં જ 5 લાખ રોકડા, ડોલર અને 50 તોલા સોનુ લઈ ભાગી છૂટ્યા હતા. બનાવની જાણ થતાં જ વલસાડ LCB એસ.ઓ.જી ડીવાયએસપી રૂરલ પોલીસ, ડોગ સ્કોડ તેમજ જીલ્લા પોલીસનો કાફલો સ્થળ પર ધસી ગયો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More