Home> Gujarat
Advertisement
Prev
Next

એક એવું ડ્રોન જે ખેડૂત અને સરકાર બંન્નેની ચિંતા એક જ ધડાકે કરી દેશે દુર, બંન્ને થશે ખુશ

આજના આધુનિક યુગમાં ટેકનોલોજી એટલી આગળ વધી ગઈ છે. દરેક વસ્તુ હવે મશીન અને ટેકનોલોજીથી સરળ અનેં ઝડપી બનતી જાય છે. અમદાવાદમાં નિખિલ મેઠિયાએ તેના ત્રણ મિત્રો સાથે મળી GTU અને રાજ્ય સરકારના સહયોગથી એક અનોખું ડ્રોન તૈયાર કર્યું છે. આ ડ્રોનની ખાસિયત છે કે, ઇમેજ પ્રોસેસિંગ અને 3D મોડલીગ તૈયાર કરે છે. વર્ષ 2016 માં આઈડિયા આવ્યો અને ડ્રોન તૈયાર થતા 5 વર્ષ લાગ્યા છે. આ ડ્રોન સામાન્ય ડ્રોન કરતા અલગ છે. આ ખાસ પ્રકારનું ડ્રોન જમીન સર્વે, ખેડૂતોના પાકની માહિતી આપે છે. આ ઉપરાંત માઇનિંગ સર્વે સહિતની કામગીરી કરે છે. હાલ ડ્રોન દ્વારા નેશનલ હાઇવે રોડ રસ્તા અને બુલેટ પ્રોજેકટનું પ્રોગ્રેસીગનું  કામ કરવામાં આવી રહ્યું છે.

એક એવું ડ્રોન જે ખેડૂત અને સરકાર બંન્નેની ચિંતા એક જ ધડાકે કરી દેશે દુર, બંન્ને થશે ખુશ

આશ્કા જાની/અમદાવાદ : આજના આધુનિક યુગમાં ટેકનોલોજી એટલી આગળ વધી ગઈ છે. દરેક વસ્તુ હવે મશીન અને ટેકનોલોજીથી સરળ અનેં ઝડપી બનતી જાય છે. અમદાવાદમાં નિખિલ મેઠિયાએ તેના ત્રણ મિત્રો સાથે મળી GTU અને રાજ્ય સરકારના સહયોગથી એક અનોખું ડ્રોન તૈયાર કર્યું છે. આ ડ્રોનની ખાસિયત છે કે, ઇમેજ પ્રોસેસિંગ અને 3D મોડલીગ તૈયાર કરે છે. વર્ષ 2016 માં આઈડિયા આવ્યો અને ડ્રોન તૈયાર થતા 5 વર્ષ લાગ્યા છે. આ ડ્રોન સામાન્ય ડ્રોન કરતા અલગ છે. આ ખાસ પ્રકારનું ડ્રોન જમીન સર્વે, ખેડૂતોના પાકની માહિતી આપે છે. આ ઉપરાંત માઇનિંગ સર્વે સહિતની કામગીરી કરે છે. હાલ ડ્રોન દ્વારા નેશનલ હાઇવે રોડ રસ્તા અને બુલેટ પ્રોજેકટનું પ્રોગ્રેસીગનું  કામ કરવામાં આવી રહ્યું છે.

fallbacks

દરેક ગુજરાતીને GOA જવાનું મન થાય તેવું ભવ્ય આયોજન, મંત્રી હર્ષ સંઘવી કરાવશે કાર્યક્રમની શરૂઆત

ડ્રોન બનાવવા પાછળનો ઉદ્દેશ ખેડૂતોને મદદ થાય તે છે. હાલ ભાવનગર જીલ્લાના ગામોમાં એક પ્રોજેકટ હેઠળ ખેડૂતના તૈયાર પાક પર જંતુનાથક દવા છાંટવામાં આવી રહી છે. કોરોનાકાળમાં પોલીસ દ્વારા સર્વે અને ઇન્સ્પેકસન માટે આ ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ડ્રોનની કિંમત 2 લાખ થી 10 લાખ રૂપિયા છે. જો કે આ પ્રોજકટ નવું સ્ટાર્ટઅપ હોવાથી રાજ્ય સરકાર દ્વારા 20 લાખ આપ્યા અને GTU એ પ્રોડકટ માર્કેટમાં કેવી રીતે મુકવી તે અંગેનું નોલેજ આપ્યું છે.

AHMEDABAD અને RAJKOT માં અત્યાધુનિક RTO બનશે, ચપટીઓમાં થઇ જશે તમામ કામ

હાલ તેમની પાસે અલગ અલગ પ્રકારના 14 ડ્રોન છે. જેમાં 4 ડ્રોન એગ્રીકલ્ચર માટેના છે. 6 ઇન્સ્પેકસન માટેના છે. જેમાં સોલર, પાવરલાઈનની કામગીરીની માહિતી મળી રહે સાથે 4 ડ્રોન સર્વેલન્સ માટેના ડ્રોન પણ છે. નિખિલ અને તેના મિત્રનું સ્વપન છે કે, આગામી 5 વર્ષમાં તમામ ખેડૂતો ડ્રોનની મદદથી ખેતી અને પાકની માવજત કરે તેના માટે હાલ રાજકોટ,બરોડા અમદાવાદ અને મહેસાણામાં ડ્રોન ખેતી માટે ભાડે લઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ ભવિષ્ય માં ડ્રોન ટ્રેનિંગ સ્કૂલ પણ બનાવવા માંગે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More