જૂનાગઢઃ જૂનાગઢમાં આવેલી SRL લેબમાં વહેલી સવારે અચાનક આગ લાગતા અંધાધૂંધી સર્જાઈ હતી. જે લેબોરેટરીમાં આગ લાગી હતી તેની નજીક હોસ્પિટલ આવેલી હોવાથી અફરાતફરી જોવા મળી હતી. આગ લાગતા નજીકમાં આવેલી કનેરિયા હોસ્પિટલમાંથી અનેક દર્દીઓને બહાર કાઢવામાં આવ્યા હતા.
ફાયર બ્રિગેડની ટીમે આગને કાબુમાં લીધી
જૂનાગઢના દ્વારકાધીશ માર્કેટમાં આવેલી એસઆરએલ લેબોરેટરીમાં વહેલી સવારે અચાનક આગ લાગી હતી. આ લેબની બાજીમાં કનેરિયા હોસ્પિટલ આવેલી હોવાથી ભયનો માહોલ જોવા મળ્યો હતો. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 10 જેટલા દર્દીઓને તત્કાત બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટનાની માહિતી મળતા ફાયરની ટીમ પહોંચી ગઈ હતી. ફાયરના જવાનોએ આગ પર કાબુ મેળવ્યો હતો.
આ પણ વાંતોઃ કિશન ભરવાડ હત્યા કેસ, આજે જસદણ અને વીછિંયામાં બંધનું એલાન, જેતપુરમાં નિકળશે રેલી
હોસ્પિટલમાં પહોંચ્યો ધૂમાડો
લેબોરેટરીમાં આગ લાગ્યા બાદ તેનો ધૂમાડો નજીકમાં આવેલી હોસ્પિટલ સુધી પહોંચી ગયો હતો. ત્યારબાદ તત્કાલ ત્યાં સારવાર લઈ રહેલા જવાનોને બહાર કાઢવામાં આવ્યા હતા. પોલીસ, હોમગાર્ડ જવાન અને 108ની ટીમે આ દર્દીઓને સલામત બહાર કાઢી લીધા હતા.
જૂનાગઢમાં લેબોરેટરીમાં વહેલી સવારે લાગી આગ, દ્વારકાધીશ માર્કેટમાં આવેલી SRL લેબમાં આગ લાગતા કનેરિયા હોસ્પિટલમાંથી અનેક દર્દીઓને બહાર કઢાયા...#Fire #Junagadh #Gujarat #ZEE24Kalak
Also Watch LIVE : https://t.co/uZaTuPKcj8 pic.twitter.com/NlFijdMd70
— Zee 24 Kalak (@Zee24Kalak) January 31, 2022
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે