અમદાવાદઃ ગુજરાતમાં ઠંડીનું જોર યથાવત છે. રાજ્યમાં રવિવાર પણ ઠંડો દિવસ રહ્યો હતો. પાટનગર ગાંધીનગરમાં સૌથી ઓછું તાપમાન નોંધાયું હતું. ગાંધીનગરમાં પારો 6.3 ડિગ્રીએ પહોંચી ગયો હતો. તો અમદાવાદ, વડોદરા સહિતના શહેરોમાં પણ પારો ગગડ્યો છે.
ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત છે. ખાસ કરીને પાટનગર ગાંધીનગરના લોકો 6.3 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાઈ રહ્યા છે. તો કચ્છના નલિયાનું તાપમાન 7.8 ડિગ્રી રહ્યું હતું. અમદાવાદમાં પણ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. અમદાવાદ શહેરનું તાપમાન 8.8 ડિગ્રી નોંધાયું છે. તો ડીસા અને પાટણનું તાપમાન 9.8 ડિગ્રી રહ્યું છે. પોરબંદર શહેરનું તાપમાન 10.3 ડિગ્રી નોંધાયું છે.
આ પણ વાંચોઃ કિશન ભરવાડ હત્યા કેસ, આજે જસદણ અને વીછિંયામાં બંધનું એલાન, જેતપુરમાં નિકળશે રેલી
રવિવારે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતા 2 ડિગ્રી વધીને 31.1 ડિગ્રી તેમજ લઘુત્તમ તાપમાન 4.1 ડિદગ્રી ઘટીને 8.8 ડિગ્રી નોંધાયું હતું. 24 જાન્યુઆરીએ અમદાવાદમાં 10 વર્ષ બાદ સૌથી નીચુ 6.7 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. તો રવિવાર ફરી અમદાવાદમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે