Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદ: ગુટખાની પડકી ખાવા મુદ્દે તકરાર થતા મિત્રએ જ કરી મિત્રની હત્યા

ગુટખાની પડીકી ખાવાના મુદ્દે મિત્રએ જ મિત્રને જાહેરમાં રહેંશી નાંખ્યાની ઘટના અમદાવાદમાં બની છે. વાડજના પરીક્ષીત નગર ખાતે ગત રાત્રે ઘર બહાર બેઠેલા મિત્રો વચ્ચે ગુટખાની પડીકી ખાવાના મુદ્દે ઉગ્ર તકરાર થઈ હતી જેમાં ચાર મિત્રોએ મિત્રને મોતને ઘાટ ઉતાર્યો હતો. પોલીસે આ ઘટનામાં ત્રણ આરોપીની ધરપકડ કરી છે. જ્યારે એક આરોપી ફરાર છે. 
 

અમદાવાદ: ગુટખાની પડકી ખાવા મુદ્દે તકરાર થતા મિત્રએ જ કરી મિત્રની હત્યા

ઉદય રંજન/અમદાવાદ: ગુટખાની પડીકી ખાવાના મુદ્દે મિત્રએ જ મિત્રને જાહેરમાં રહેંશી નાંખ્યાની ઘટના અમદાવાદમાં બની છે. વાડજના પરીક્ષીત નગર ખાતે ગત રાત્રે ઘર બહાર બેઠેલા મિત્રો વચ્ચે ગુટખાની પડીકી ખાવાના મુદ્દે ઉગ્ર તકરાર થઈ હતી જેમાં ચાર મિત્રોએ મિત્રને મોતને ઘાટ ઉતાર્યો હતો. પોલીસે આ ઘટનામાં ત્રણ આરોપીની ધરપકડ કરી છે. જ્યારે એક આરોપી ફરાર છે. 

fallbacks

પોલીસના સકંજામાં ઉભેલા આ આરોપીઓને જુઓ.. આ આરોપીઓ એ જાહેરમાં એક વ્યક્તિની છરી મારીને હત્યા કરી છે. શહેરના વાડજ વિસ્તારમાં આવેલા પરિક્ષિત નગર વિસ્તારમાં મોડી રાત્રે વિજય વાધેલા નામના યુવકની છરી મારી ને બે રહેમીથી હત્યા કરી દેવામાં આવી. આ હત્યા અન્ય કોઈએ નહી પણ તેના જ પડોશ માં રહેતા યુવકો એ કરી હતી. પોલીસે પુનમ ઉર્ફે ગુગો મકવાણા, રવિ મકવાણા, વિશાલ ચૌહાણ નામના ત્રણ યુવકની ધરપકડ કરી છે. જ્યારે બાબુ નામનો આરોપી હાલ ફરાર છે.

કાંકરિયા રાઇડ દુર્ધટના બાદ મેયરનું નિવેદન: AMCની કોઇ જવાબદારી નથી

કેમ આપ્યો હત્યાને અંજામ 
પોલીસ તપાસમાં સામે આવ્યુ છે કે, આરોપીઓ અને મૃતક પડોશમાં જ રહેતા અને સારા મિત્રો હતા. ગતરાત્રે વિજય જ્યારે પોતાના કામથી પરત ફરી રહ્યો હતો ત્યારે આરોપીઓ પરિક્ષિત નગર પાસે ઉભા હતા. જ્યાં મિત્રો વચ્ચે ગુટખાની પડીકી ખાવાના મુદ્દે તકરાર થઇ હતી. તકરાર થતા સ્થાનિક લોકો દોડી આવ્યાં અને મામલો થાળે પાડ્યો હતો.

અહો આશ્ચર્યમ...વડોદરામાં એક મહિલાએ આપ્યો 55 મિનીટમાં 4 બાળકોને જન્મ!

જુઓ LIVE TV:

ત્યાર બાદ મૃતક વિજય પોતાના ઘરે ગયો ત્યારે ફરીથી આરોપીઓ તેના ઘરની બહાર આવી ઉભા રહી ગયા હતા. મૃતક વિજયે આરોપીઓને અહી શેની મિટીંગ ચાલે છે તેવુ પુછતા આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા. અને આ જ બાબતે બોલાચાલી થતા આરોપીઓ આવેશમાં આવી ઉપરા ઉપરી 8 જેટલા છરીના ધા વિજયને માર્યા હતા. જેથી તેનું મોત થયુ હતુ. હાલ તો સમગ્ર મામલે પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More