નવી દિલ્હીઃ અષાઢ મહિનાની પૂનમ એટલે કે આજે 16 જુલાઈના રોજ આંશિક ચંદ્રગ્રહણ સર્જાવાનું છે. ચાલુ વર્ષનું આ અંતિમ ચંદ્રગ્રહણ હશે. આ ચંદ્રગ્રહણ ત્રણ કલાક ચાલશે. આ આંશિક ચંદ્રગ્રહણ સમગ્ર ભારતમાં જોઈ શકાશે. ભારતીય સમય અનુસાર આ ગ્રહણ 16 જુલાઈની રાત્રે 1.31 કલાકે શરૂ થશે અને 17 જુલાઈના રોજ સવારે 4.30 કલાકે સમાપ્ત થઈ જશે. આ દરમિયાન કોઈ પણ પ્રકારના શુભ કાર્યો કરવા ન જોઈએ.
ચંદ્રગ્રહણ 2019 (Lunar Eclipse 2019) પછી હવે બીજું ચંદ્રગ્રહણ છેક 2021માં જોવા મળશે. આમ, દોઢ વર્ષ દરમિયાન બીજું ચંદ્રગ્રહણ સર્જાશે નહીં. ચંદ્રગ્રહણની આ ખગોળીય પ્રક્રિયામાં રસ ધરાવતા લોકો માટે આ ખાસ તક છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર ચંદ્રગ્રહણ સવારે 3.00 કલાકે સ્પષ્ટ રીતે દેખાય તેવી સંભાવના છે. ચંદ્રગ્રહણને તમે નાસાની વેબસાઈટ www.nasa.gov પર લાઈવ પણ જોઈ શકો છો.
ચંદ્રગ્રહણ ક્યારે સર્જાય છે?
ચંદ્રગ્રહણ એ ખગોળિય સ્થિતીને કહે છે, જ્યારે ચંદ્ર પૃથ્વીની બરાબર પાછળ તેની પડછાયામાં આવી જાય છે. આ સમયે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર લગભગ એક જ સીધી રેખામાં આવી જાય છે. ગ્રહણ દરમિયાન ચંદ્રની સપાટી પર પૃથ્વીની સપાટીના વચ્ચેના ભાગનો પડછાયો પડે છે, જેને 'અંબ્ર (Umbra)' કહે છે. ચંદ્રના જે ભાગમાં પૃથ્વીના બહારના ભાગનો પડછાયો પડે છે તેને 'પિનમ્બ્ર (Penumbra)' કહે છે. ચંદ્રગ્રહણ દરમિયાન ચંદ્રનો મોટો ભાગ પૃથ્વીથી ઢંકાઈ જતો હોય છે.
2019નું છેલ્લુ ચંદ્રગ્રહણ આજે, 149 વર્ષ પછી બની રહ્યો છે આ સંયોગ
ગ્રહણ દરમિયાન શું ન કરવું જોઈએ?
સૂતક કાળ એટલે શું ?
ચંદ્રગ્રહણનું સૂતક ગ્રહણ શરૂ થવાના 9 કલાક પહેલા એટલે કે સાંજે 4.30 કલાકે શરૂ થઈ ગયું છે. જ્યોતિષાચાર્યો અનુસાર સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ બંનેના કેટલાક કલાક પહેલાનો સમય એવો હોય છે જ્યારે સૃષ્ટિ સંવેદનશીલ બની જાય છે. એ સમયે કેટલીક નકારાત્મક સ્થિતીઓ પેદા થતી હોય છે. આ સમયને સૂતક કાળ કહે છે. સૂર્યગ્રહણથી 12 કલાક પહેલા અને ચંદ્રગ્રહણથી 9 કલાક પહેલા સૂતક કાળ શરૂ થાય છે.
સૂતક કાળ દરમિયાન શું ન કરવું જોઈએ?
દેશનું એક એવું મંદિર કે જ્યાં મહિલા પૂજારી કરે છે ભગવાનની પૂજા-અર્ચના, જાણો શું છે મહત્વ
વૈજ્ઞાનિક માન્યતા
ગ્રહણ દરમિયાન વાતાવરણમાં નકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. આ દરમિયાન પારજાંબલી કિરણો નિકળે છે, જે એન્ઝાઈન સિસ્ટમને પ્રભાવિત કરે છે. આથી ગ્રહણ દરમિયાન સાવચેતી રાખવાની હોય છે. આ સમયે ચંદ્ર પૃથ્વીની તદ્દન નજીક હોય છે, જેના કારણે ગુરુત્વાકર્ષણનો સૌથી વધુ પ્રભાવ પડે છે. આ કારણે જ સમુદ્રમાં ભરતી આવે છે.
પ્રાચીન માન્યતા
જ્યોતિષશાસ્ત્ર અનુસાર રાહુ, કેતુને અનિષ્ટકારક ગ્રહ માનવામાં આવ્યા છે. ચંદ્રગ્રહણના સમયે રાહુ અને કેતુની છાયા સૂર્ય અને ચંદ્ર પર પડે છે. આ કારણે સૃષ્ટિ આ દરમિયાન અપવિત્ર અને દુષિત થઈ જાય છે. આ ઉપરાંત એક એવી માન્યતા છે કે, ચંદ્રગ્રહણ દરમિયાન મંત્રોનો જાપ કરીને તેના પ્રભાવને ઘટાડી શકાય છે. ગ્રહણ પુરું થઈ ગયા પછી લોકો સ્નાન કરીને ગંગાજળથી ઘરની શુદ્ધિ કરતા હોય છે. ગ્રહણકાળને અશુભ માનવામાં આવે છે.
દુનિયામાં ક્યાં-ક્યાં દેખાશે ચંદ્રગ્રહણ?
ભારત, ઓસ્ટ્રેલિયા, એશિયાના ઉત્તર-પૂર્વ સિવાયનો હિસ્સો, આફ્રિકા, યુરોપ, ઉત્તર અને દક્ષિણ અમેરિકાના મોટો ભાગ.
જૂઓ LIVE TV....
ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે