Rajkot News : રાજકોટના ગોકુલધામ આવાસ યોજનામાં હૈયું હચમચાવી નાંખે તેવી ઘટના ઘટતા રહી ગઈ. કોઈ કારણે એક માતાએ પોતાના બાળકને આવાસ યોજનાની છત ઉપરથી નીચે ફેંકી દેવા લટકાવ્યો હતો. પરંતું એક રાહદારીએ જોઈ જતા બાળકને ફેંકે એ પહેલા જ બચાવી લેવામાં આવ્યો હતો.
બન્યું એમ હતું કે, ગોકુલધામ આવાસ યોજનાના એક ક્વાર્ટસમાં એક મહિલા બીજા માળેથી પોતાના પુત્રને ફેંકવાનો પ્રયાસ કરી રહી હતી. આ સમયે ત્યાંથી પસાર થતા કોઈ જાગૃત નાગરિકે જોયું હતું, અને તેઓ બાળકને બચાવવા દોડી ગયા હતા. તેઓએ મહિલાના હાથમાંથી બાળકને છોડાવ્યો હતો.
રાજકોટઃ ગોકુલધામમાં આવાસમાં બની ચોંકાવનારી ઘટના : એક માતાએ પોતાના બાળકને છત પર લટકાવ્યો...
- છત પરથી નીચે ફેંકવાનો કરી રહી હતી પ્રયાસ....#ZEE24Kalak pic.twitter.com/0upGd2tOGU
— Zee 24 Kalak (@Zee24Kalak) May 27, 2025
ગોકુલ ધામ આવાસ યોજનાનો વિડીયો વાયરલ થવાનો મામલામાં મહિલાની ઓળખ થઈ છે. મહિલાએ કબૂલ્યું કે, તેણે જ બાળકને છત ઉપર લઈ જઈને નીચે ફેંકવા લટકાવ્યો હતો. જેના બાદ બાળકને બચાવવા પતિ છત ઉપર દોડી આવ્યો હતો. હિન્દી ભાષી પરિવારના બાળકે નીચે પથ્થર ફેંકતા પાડોશી સાથે ઝગડો થયો હતો.
વીડિયો વાયરલ થયા બાદ પોલીસે પતિ-પત્નીને પોલીસ મથકે બોલાવાયા હતા. મહિલાએ માલવિયા નગર પોલીસ સ્ટેશનમાં નિવેદન નોંધાવ્યું કે, તે બાળકને ડરાવતી હતી. હિન્દી ભાષી મહિલા બાળકને ડરાવતી હતી ત્યાં જ પતિ આવી ગયો અને પતિએ બાળકને બચાવી લીધો હતો. બાળકના પિતા દ્વારા જ બાળકને બચાવવામાં આવ્યો હતો.
મહિલાને થોડીવાર પહેલા પાડોશી સાથે ઝઘડો પણ થયો હતો. આવાસ યોજનાના ફ્લેટ ધારક શારદાબેન ભીલે કહ્યું કે, એક વર્ષથી અમારા ફ્લેટમાં સંગીતાબેન ભાડે રહે છે. અમને ખબર નહીં કે તેઓને પતિપત્નીને શું ઝગડો છે. તેઓ અમારો ફ્લેટ ખાલી કરી નાંખવાના છે. હકીકત સામે આવ્યા બાદ અમને પણ આ બાબતે આશ્ચર્ય થયું છે.
ગાંધીનગરમાં આવીને આ કોના લગ્નમાં હાજરી આપવા પહોંચ્યા હતા પીએમ મોદી, સામે આવી તસવીરો
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે