સંદીપ વસાવા/ ઓલપાડ: ગુજરાત રાજ્યમાં ગેસ રિફિલિંગ કરવું હવે સામાન્ય બની ગયું છે. છાશવારે પોલીસ ધ્વારા નાના નાના દુકાનો પર દરોડા પાડી આવું રીફીલીંગ ઝડપી પાડવામાં આવે છે. પરંતુ ગેસ ડેપો ના સંચાલકો જાતેજ રીફીલીંગ કરી ચોરી કરતા હોય એવી ઘટના સુરત જીલ્લાના ઓલપાડ તાલુકાના માસમાં ગામે સામે આવી છે , માસમાં ગામે ઓલપાડ પોલીસ ગઈકાલે સવારે ચંદન ગેસ સર્વિસ નામના ઇન્ડેન ગેસ ના ડેપો પર દરોડા પડ્યા હતા.
ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદનું ભયાનક એલર્ટ; કેટલાક વિસ્તારોમાં પડી શકે છે વીજળી!
પોલીસને બાતમી મળી હતી કે અહીં કોઈ પ્રકારનું ગેરકાયદેસર કૃત્ય કરવામાં આવી રહ્યું છે , પોલીસે દરોડા પડ્યા તે સમયે ડેપો ના કમર્ચારીઓ રાંધણ ગેસ ના તેમજ કોમર્શિયલ ગેસ ની બોટલ ના યેનકેન પ્રકારે કંપની ધ્વારા લગાવવામાં આવતા સીલ ખોલી લોખંડ ની નોઝલ વડે ગેસ અન્ય ખાલી બોટલમાં ભરી રહ્યા હતા , જોકે પોલીસ ને જોઈ કેટલાક કામદારો ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા જયારે એક વ્યક્તિ પોલીસ ના હાથે ઝડપી ગયો હતો.
માં ભોમની રક્ષા કાજે ગોહિલવાડના વીર જવાને દેશ માટે શહીદી વ્હોરી: પંથક ગર્વ સાથે શોક
દરોડા બાદ પોલીસે તપાસ શરુ કરતા ૫૪ જેટલા બોટલ એવા મળી આવ્યા હતા જેમાં નિશ્ચિત વજન કરતા દરેક બોટલ માં ૨ કિલો વજન ઓછું હતું , ગેસ કાઢ્યાં બાદ આ ગેસ માફિયાઓ ફરીથી કંપની નું સીલ હુબહુ લગાવી દેતા હતા , જેથી કરીને ગ્રાહક ને શંકા ના જાય , પોલીસે ઘટના સ્થળે થી કુલ ૮ જેટલા વાહનો અને ૯૩૦ જેટલા ગેસના ઘરેલું વપરાશના અને કોમર્શીયલ બોટલ જપ્ત કર્યા છે , પોલીસે કુલ ૨૫ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી ડેપો ના સંચાલક અને અન્ય ભાગી ગયેલા કામદારો ની તપાસ હાથ ધરી છે.
લોહીથી ખરડાયેલી લાશ, આંખે-મોઢે-કપાળે તીક્ષણ હથિયારના ઘા, જાણો ભાઈના હાથે ભાઈની હત્યા
મહત્વનું છે કે લગભગ આશરે ૮ માસ અગાઉ પણ માસમાં ગામે થી જિલ્લા એલ સી બી એ આજે ગોડાઉન ઝડપાયું છે એની બાજુના પીન્કી ગેસ સર્વિસ નામના ગોડાઉનમાં દરોડા પાડ્યા હતા અને ૧૦૦૦ થી વધુ બોટલ ઝડપી પાડવામાં આવ્યા હતા , ત્યાં પણ આજ હું બહુ એમ ઓ થી ગેસ ચોરી કરી અને બોટલમાં ભરી વેચવાનું કૌભાંડ કરવામાં આવી રહ્યું હતું.
સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, મહિલા સરકારી કર્મચારીઓ ખાસ જાણે, જાણો શું કહ્યું?
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે