Jasprit Bumrah : 20 જૂનથી ઇંગ્લેન્ડ સામે શરૂ થનારી 5 મેચની ટેસ્ટ શ્રેણી માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. શુભમન ગિલને ટેસ્ટ ટીમની કમાન સોંપવામાં આવી છે. ત્યારે દરેકના મનમાં સવાલ છે કે અનુભવી બોલર જસપ્રીત બુમરાહને છોડીને શુભમન ગિલને ભારતના ટેસ્ટ કેપ્ટન તરીકે કેમ નિયુક્ત કરવામાં આવ્યો છે. આ અંગે ચીફ સિલેક્ટર અજિત અગરકરે ખુલાસો કર્યો છે.
ગિલને ટેસ્ટ કેપ્ટન તરીકે કેમ પસંદ કરવામાં આવ્યો ?
ચીફ સિલેક્ટર અજિત અગરકરે જણાવ્યું કે શા માટે શુભમન ગિલને જસપ્રીત બુમરાહને બદલે ભારતની ટેસ્ટ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. અજિત અગરકરે કહ્યું, 'એક કે બે પ્રવાસ માટે કોઈ કેપ્ટન પસંદગી કરવામાં આવતી નથી. એવી વસ્તુમાં ઈન્વેસ્ટ કરવું જોઈએ જેનો લાંબા સમય સુધી ફાયદો મળે અને આગળ વધવામાં મદદ કરે. તમને આશા છે કે આ યોગ્ય નિર્ણય હશે. તમે છેલ્લા એક કે બે વર્ષમાં પ્રગતિ જોઈ રહ્યા છો. આ ખૂબ જ મુશ્કેલ બનવાનું છે.
વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ કેમ લીધી ? અજિત અગરકરે ખોલ્યું મોટું રહસ્ય
'શુભમન ગિલને શીખવું પડશે'
અજિત અગરકરે કહ્યું, 'કદાચ તેને (શુભમન ગિલ) હજુ શીખવાની જરૂર પડશે, પરંતુ અમને ખૂબ વિશ્વાસ છે અને તેથી જ અમે તેને પસંદ કર્યો છે.' ટીમની જાહેરાત કરતી વખતે, મુખ્ય પસંદગીકાર અજિત અગરકરે સ્વીકાર્યું કે રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવિચંદ્રન અશ્વિનની નિવૃત્તિથી સર્જાયેલી મોટી ખાલી જગ્યાઓ ભરવી હંમેશા મુશ્કેલ છે. રોહિત, કોહલી અને અશ્વિન વિના છેલ્લી ટેસ્ટ મેચ 2011માં ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન રમાઈ હતી.
શ્રેયસ ઐયર વિશે શું કહ્યું ?
શ્રેયસ ઐયર વિશે અજિત અગરકરે કહ્યું કે હાલમાં તેના માટે ટેસ્ટ ટીમમાં કોઈ જગ્યા નથી. તેમણે કહ્યું, 'શ્રેયસે ODI શ્રેણીમાં સારું પ્રદર્શન કર્યું, સ્થાનિક મેચોમાં પણ સારું રમ્યું, પરંતુ હાલમાં ટેસ્ટ ક્રિકેટમાં તેના માટે કોઈ જગ્યા નથી.' મોહમ્મદ શમી સંપૂર્ણપણે ફિટ ન હોવાને કારણે, ડાબોડી ફાસ્ટ બોલર અર્શદીપ સિંહને પહેલીવાર ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. અર્શદીપ અને કરુણ બંનેએ અનુક્રમે કેન્ટ અને નોર્થમ્પ્ટનશાયર સાથે કાઉન્ટી રમી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે