Home> Gujarat
Advertisement
Prev
Next

દારૂનો નશો કરી દીકરીને હેરાન કરવું જમાઈને ભારે પડ્યું! સગીર સાળા અને સસરાએ કરી હત્યા

વલસાડના ગોઇમા ગામમાં સસરાને ત્યાં આવેલા રિતેશ પટેલ નામના એક યુવકને સાસરીયા પક્ષ દ્વારા કપરાડાના નાનાપોન્ડાની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. હોસ્પિટલ લાવ્યા બાદ સાસરિયાઓ એ જમાઈ એ ઘરે ગળે ફાંસો ખાઈ લીધો હોવાનું હોસ્પિટલમાં જણાવ્યું હતું.

દારૂનો નશો કરી દીકરીને હેરાન કરવું જમાઈને ભારે પડ્યું! સગીર સાળા અને સસરાએ કરી હત્યા

ઉમેશ પટેલ/વલસાડ: જિલ્લાના ગોઇમા ગામમાં એક સગીર સાળા અને સસરાએ મળી જમાઈની હત્યા નીપજાવી હોવાનો બનાવ પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઈ છે. પહેલા તો સાસરિયાઓએ જમાઈની હત્યાને આપઘાતમાં ખપાવવા પ્રયાસ કર્યો હતો.પરંતુ સત્ય બહાર આવતા મૃતકના પરિવારજનો એ આરોપી સસરા અને સાળા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી. આથી ગણતરીના કલાકમાં જ પોલીસે આરોપી સસરા અને સગીર સાળાની ધરપકડ કરી તેમના વિરૂધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

fallbacks

કરોડોની જાહેરાતનું સૂરસૂરિયું! ગુજરાતમાં એક જ મહિનામાં 595 નવજાત બાળકનાં ટપોટપ મોત

વલસાડના ગોઇમા ગામમાં સસરાને ત્યાં આવેલા રિતેશ પટેલ નામના એક યુવકને સાસરીયા પક્ષ દ્વારા કપરાડાના નાનાપોન્ડાની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. હોસ્પિટલ લાવ્યા બાદ સાસરિયાઓ એ જમાઈ એ ઘરે ગળે ફાંસો ખાઈ લીધો હોવાનું હોસ્પિટલમાં જણાવ્યું હતું અને હોસ્પિટલ અને મૃતકના સાસરીયાઓ એ તેના પરિવારજનોને જાણ કરી હતી. બનાવની જાણ થતા જ મૃતક રીતેશ પટેલના પરિવારજનો હોસ્પિટલ પહોંચ્યા હતા. ત્યારે મૃતકના સસરા વિનોદભાઈ પટેલે રીતેસે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાની વાત કરી હતી. 

VIDEO: રાજકોટમાં ઓપરેશનના નાટકથી યુવતીની જિંદગી બરબાદ; 6 મહિના બાદ ચોંકાવનારો ખુલાસો

આથી પરિવાર પર જાણે આભ ફાટ્યું હતું. જોકે પોસ્ટમોર્ટમમાં રિતેશનું ગળું દબાવવાથી મોત નિપજ્યું હોવાનું બહાર આવતા જ પરિવારજનો એ મૃતક રીતેશના સસરા વિનોદ પટેલ અને તેના સગીર આળા વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી હતી. આથી પોલીસે ગણતરીના સમયમાં જ આરોપી સસરા વિનોદ પટેલ અને સગીર સાળાની ધરપકડ કરી તેમના વિરૂધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

બાકી પૈસા અત્યારે જ આપો... કહીને ત્રણ લોકોએ 4500 રૂપિયા માટે યુવકનો જીવ લઈ લીધો!

મૃતક રીતેશ પટેલની હત્યા પાછળ ચોંકાવનારું કારણ બહાર આવ્યું હતું. પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતા બહાર આવ્યું હતું કે વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ગોઇમા ગામના કેરપાડા ફળિયામાં રહેતા વિનોદભાઈ પટેલ એ તેમની પુત્રી વૈદહી ના લગ્ન સોનવાડા ના બ્રાહ્મણ ફળિયામાં રહેતા રિતેશ પટેલ નામના યુવક સાથે કર્યા હતા. થોડા સમય સુધી બંનેના લગ્નજીવન વ્યવસ્થિત ચાલ્યું હતું. જોકે ત્યારબાદ જમાઈ રિતેશ પટેલ અવારનવાર દારૂના નશામાં દીકરીને પરેશાન કરતો હતો. બે દિવસ અગાઉ દીકરી પિતાના ઘરે હતી. એ વખતે જ દારૂના નશામાં જમાઈ રીતેશ પટેલ ગોઇમા ગામે આવી અને પરિવારજનો સાથે દાદાગીરી કરી હતી. 

બીજી ટેસ્ટમાં પર્દાપણ કરી શકે છે આ બે યુવા ખેલાડી, જાણો સંભવિત પ્લેઈંગ 11

જોકે સાસરિયાઓ ની એક દીકરીના ત્યાં લગ્ન પ્રસંગ હોવાથી પરિવારજનો ચુપ રહ્યા હતા. અને જમાઈને સાથે લઈ અને સુખાલા લગ્ન પ્રસંગ માણ્યો હતો. જોકે પરિવારના અન્ય સભ્યોને સુખાલા છોડીને જ સસરા અને સાળા બંને જમાઈ સાથે ઘરે પહોંચ્યા હતા. ઘરે પહોંચી જમાઈ સુઈ ગયો હતો એ વખતે જ પોતાની દીકરી પર અવારનવાર અત્યાચાર ગુજારનાર જમાઈનું કાસળ કાઢવા સસરા અને સાળાએ પ્લાન બનાવી તેની ગળું દબાવી હત્યા નિપજાવી હતી.અને આ હત્યા ને આપઘાતમાં ખપાવવાના પ્રયાસ કર્યા હતા. જોકે અંતે સત્ય બહાર આવતા પોલીસે ધરપકડ કરી હવે બંનેને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બજેટ પહેલા સોનાના ભાવમાં સતત ઉછાળો, જાણો કેટલું મોંઘુ થયું સોનું....લેટેસ્ટ રેટ

બનાવવામાં પરિવારના સામાન્ય ઝઘડાએ મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું. પોતાની પુત્રીને અવારનવાર પરેશાન કરતા જમાઈને અનેક વખત સમજાવવા છતાં પણ પુત્રી પર ત્રાસ ગુજારવાનો ચાલુ રાખતા અંતે પિતા અને ભાઈએ જ મળી અને જમાઈની કરી નાખી હતી. બંને હવે ફરિયાદ દાખલ થતા તેમના વિરોધ કાયદેસરની કાર્યવાહી હાજરી છે. ત્યારે ઘર કંકાસને કારણે બે પરિવારો હવે સામ સામે આવી ગયા છે.

પ્રાણ પ્રતિષ્ઠા બાદ રામલલ્લાની મૂર્તિ કેવી રીતે જીવંત થઈ ગઈ? જુઓ Video

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More