Home> Gujarat
Advertisement
Prev
Next

પાટણના પ્રસિદ્ધ શંખેશ્વરમાં ચાર વખત ખાતમુહૂર્ત કરવા છતાં 15 વર્ષથી નથી બન્યું નવું બસ સ્ટેન્ડ

પાટણ જિલ્લાનો છેવાડાનો તાલુકો શંખેશ્વર છે. આ શંખેશ્વર  ખાતે બીજા નંબરનું પ્રસિદ્ધ જૈનતીર્થ આવેલ છે. અહીં પર્યુષણના સમયે હજારોની સંખ્યામાં જૈન યાત્રિકો આવતા હોઈ છે. સવાલ એ છે કે આ શંખેશ્વર જૈન તીર્થમાં આવતા મુસાફરો માટે આવવા જવા સારું બસસ્ટેન્ડ નથી.
 

પાટણના પ્રસિદ્ધ શંખેશ્વરમાં ચાર વખત ખાતમુહૂર્ત કરવા છતાં 15 વર્ષથી નથી બન્યું નવું બસ સ્ટેન્ડ

પાટણઃ પાટણ જિલ્લામાં આવેલું જૈન તીર્થ શંખેશ્વર ભારતભરમાં બીજા નંબરનું પ્રસિદ્ધ જૈન તીર્થ ગણવામાં આવે છે. અહીં વર્ષે દહાડે હજારો જૈન યાત્રિકો દેશ-વિદેશથી આવતા હોય છે. પરંતુ મુસાફરો માટે વર્ષોથી નવીન બસ સ્ટેન્ડની કામગીરી ખોરંભે ચઢી છે. 4 વખત નવા બસ સ્ટેન્ડનું ખાત મુહૂર્ત થયું પરંતુ છેલ્લા 15 વર્ષથી નવું બસ સ્ટેન્ડ બની શક્યું નથી. 

fallbacks

પાટણ જિલ્લાનો છેવાડાનો તાલુકો શંખેશ્વર છે. આ શંખેશ્વર  ખાતે બીજા નંબરનું પ્રસિદ્ધ જૈનતીર્થ આવેલ છે. અહીં પર્યુષણના સમયે હજારોની સંખ્યામાં જૈન યાત્રિકો આવતા હોઈ છે. સવાલ એ છે કે આ શંખેશ્વર જૈન તીર્થમાં આવતા મુસાફરો માટે આવવા જવા સારું બસસ્ટેન્ડ નથી. દરેક શહેરમાં એક બસસ્ટેન્ડ એ પ્રાથમિક સુવિધા ગણાય છે. પણ આ તાલુકામાં સારૂ બસસ્ટેન્ડ નથી. તે એક શરમજનક બાબત ગણાય. નવીન બસ સ્ટેન્ડ માટે માલ સમાન આવ્યો છે જે ઘણા વર્ષોથી પડ્યો હોવાથી હવે ભંગાર બની ગયો છે.

શંખેશ્વર ખાતે આવેલ જુનુ બસ સ્ટેન્ડ 2004માં દબાણ ઝુંબેશ દરમ્યાન બજાર સાથે તોડી પાડવામાં આવ્યુ઼ હતું અને હાઇવે પર કામચલાઉ પતરાના શેડ નીચે પીક સ્ટેન્ડ બનાવવામાં આવ્યું હતું. ત્યાંજ નવા બસ સ્ટેન્ડને બનાવવા મંજૂરી મળવા પામી હતી. જેને પગલે બાંધ કામ માટે મટીરીયલ ઉતારવામાં આવ્યું છે. પરંતુ હજુ સુધી બસસ્ટેન્ડમાં એક ઇંટ પણ મુકવામાં આવી નથી. તો પાયાની સુવિધા દેખાવા પૂરતી પણ જોવા મળતી નથી. વધુ માં અનેક રાજકીય આગેવાનો નવીન બસ સ્ટેન્ડનું ખાતા મુહૂર્ત કરવા આવ્યા અને માલ સમાન પણ ઉતારવામાં આવ્યો પણ કામગીરીના નામે માત્ર મીંડું જોવા મળી રહ્યું છે. માલ સમાન પણ કાટમાળ બની જવા પામ્યો છે. તો જે જગ્યા બસ સ્ટેન્ડ માટે ફાળવી છે તે માત્ર તળાવની જગ્યા છે, જેનું પુરાણ પણ કરવામાં આવ્યું નથી. જેને લઇ હાલ તો મુશાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

આ પણ વાંચોઃ સુઝુકી મોટર્સ અને ગુજરાત સરકાર વચ્ચે 10 હજાર કરોડના MoU  

શંખેશ્વર ખાતે દર્શન માટે મોટી સંખ્યામાં લોકો દૂર-દૂરથી આવતા હોય છે પરંતુ પાયાની જરૂરિયાત એવા બસ સ્ટેન્ડની વ્યાપક જરૂરિયાત છે. હાલ જે કામ ચલાઉ બસ સ્ટેન્ડ છે તેમાં પાયાની કોઈ સગવડ નથી અને અહીંયા વિકાસની ખાસ જરૂરિયાત છે.

નવા બસ સ્ટેન્ડ માટે અનેક વર  ખાતમુહૂર્ત કરવામાં આવ્યા પણ કામગીરી કોઈજ કરવામાં આવી નથી. શિયાળો, ઉનાળો કે ચોમાસુ ત્રણે ઋતુ માં મુશાફરો ને ખુબજ તકલીફ પડી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More